નવીદિલ્હી
દેશમાં સતત ૫૬ દિવસ સુધી કોવિડ -૧૯ ના દૈનિક કેસ ૧૫ હજારથી ઓછા છે. કોવિડથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૭૮,૨૯૧ થઈ ગઈ છે, જે ચેપના કુલ કેસના ૦.૨૩ ટકા છે. આ દર માર્ચ ૨૦૨૦ પછી સૌથી નીચો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ૧૦૧નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ ૯૮.૪૦ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે.ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ૨૩૬ કેસ નોંધાયા છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલ ડેટા અનુસાર, અત્યાર સુધીમાં, ભારતના ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ૨૩૬ કેસ નોંધાયા છે. તેમાંથી ૧૦૪ લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ છે અને દેશોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ ૬૫ કેસ છે, દિલ્હીમાં ૬૪, તેલંગાણામાં ૨૪, રાજસ્થાનમાં ૨૧, કર્ણાટકમાં ૧૯ અને કેરળમાં ૧૫ કેસ છે. મંત્રાલય દ્વારા સવારે ૮ વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯ના ૭,૪૯૫ નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૪૭,૬૫,૯૭૬ થઈ ગઈ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૭૮,૨૯૧ થઈ ગઈ છે. વધુ ૪૩૪ સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને ૪,૭૮,૭૫૯ થયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૬૫ કેસ નોંધાયા હતા. બીજા નંબર પર દિલ્હી છે, જ્યાં ૨૩ દર્દીઓ મળી આવ્યા છે. તેલંગાણામાં ૨૪, રાજસ્થાનમાં ૨૧, કર્ણાટકમાં ૧૯, કેરળમાં ૧૫ અને ગુજરાતમાં ૧૪ લોકો ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યા છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરમાં ૩ કેસ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં ૨-૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ઓમિક્રોન વેરિઅન્ટનો એક-એક દર્દી ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં જાેવા મળ્યો હતો. આ રીતે ઓમિક્રોન કેસની કુલ સંખ્યા ૨૩૬ છે.
