Delhi

દેશમાં ૧ જાન્યુઆરીથી બાળકોની રસી માટે રજિસ્ટ્રેશન કરી શકાશે

નવીદિલ્હી
ભારત પહેલા પણ ઘણા દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. જાેકે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં ૧૨-૧૫ વર્ષના, ડેનમાર્કમાં ૧૨-૧૫ વર્ષ, સ્પેનમાં ૧૨-૧૯ વર્ષ, ફ્રાન્સમાં ૧૨-૧૭ વર્ષ, સ્વીડનમાં ૧૨-૧૫ વર્ષ, નોર્વેમાં ૧૨-૧૫ વર્ષ, યુએસ અને કેનેડામાં ૧૨- ૧૭ વર્ષના બાળકો, ઇઝરાયેલમાં ૫-૧૨ વર્ષ, ચીન અને ૩-૧૭ વર્ષનાં બાળકો અને ચિલીમાં ૬ વર્ષથી પણ રસી આપવામાં આવી રહી છે.ક્યુબામાં આ રસી ૨ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવે છે. હાલ ઓછામાં ઓછા ૪૦ દેશોમાં બાળકોને રસી આપવામાં આવી રહી છે. કેટલાક દેશોમાંઓછામાં ઓછા ૧૨ વર્ષની ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ મર્યાદા ૧૫ વર્ષની છે. ઉૐર્ંના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વેક્સિન ન લીધેલા બાળકોને કોરોના ચેપનું જાેખમ અન્ય લોકો જેટલું જ છે.ર્ઝ્રંઉૈંદ્ગ પ્લેટફોર્મ ચીફ ડૉ. આરએસ શર્માએ જણાવ્યુ કે, ૧૫-૧૮ વર્ષની વય જૂથના બાળકો ૧ જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન પર નોંધણી કરી શકશે. ઉપરાંત રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ માટે આઈડી કાર્ડનો(ૈંડ્ઢ ઝ્રટ્ઠઙ્ઘિ) વિકલ્પ ઉમેર્યો છે.જેથી વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ કે અન્ય ઓળખ કાર્ડ ન હોય તો આ વિકલ્પ તેના માટે ઉપયોગી સાબિત થશે. દેશને સંબોધિત કરતા ઁસ્ નરેન્દ્ર મોદીએ ૧૫ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી અને વરિષ્ઠ નાગરિકો માટે રસીના બૂસ્ટર ડોઝ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.તમને જણાવી દઈએ કે, ૩ જાન્યઆરીથી બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *