Delhi

નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી બનશે

નવીદિલ્હી
૧૫ થી ૧૮ વર્ષના બાળકો રસી માટે નોંધણી શરૂ થશે ઃ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી દેશમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. આ માટે ૧ જાન્યુઆરીથી કોવિન એપ પર નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે ધોરણ ૧૦ નું આઈડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે. કાર ખરીદવી મોંઘી થશે ઃ નવા વર્ષમાં તમારે મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે વધુ ચૂકવણી કરવી પડશે. ટાટા મોટર્સ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી કોમર્શિયલ વાહનોના ભાવમાં ૨.૫% વધારો કરશે.નવું વર્ષ એટલે કે ૨૦૨૨ ઘણા ફેરફારો સાથે લાવવાનુંછે. આ ફેરફારોની અસર તમારા જીવન પર પણ પડશે. ૧ જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા અને કપડાં અને ફૂટવેર ખરીદવા મોંઘા થઈ જશે. અમે તમને ૧લી જાન્યુઆરીથી ૫ ફેરફારો વિશે જણાવી રહ્યાં છીએ. છ્‌સ્માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે ઃ ઇમ્ૈંએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર લાદવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં ટેક્સનો સમાવેશ થતો નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકો તેમના ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનને બદલે ૨૧ રૂપિયા ચાર્જ કરી શકશે. તેમાં ટેક્સનો પણ સમાવેશ થતો નથી. આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી અમલમાં આવશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ચાર્જ વધાર્યો ઃ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (ૈંઁઁમ્) ખાતાધારકોને ૧ જાન્યુઆરીથી ચોક્કસ મર્યાદા કરતાં વધુ ઉપાડ અને જમા કરવા બદલ ચાર્જ લેવામાં આવશે. બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ૪ વખત રોકડ ઉપાડ મફતમાં થશે. ત્યારબાદ દરેક ઉપાડ પર ૦.૫૦% ચાર્જ લેવામાં આવશે કપડાં અને ફૂટવેર ખરીદવા તો મુસાફરી મોંઘા થશે ઃ ૧ જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પર ૧૨% ય્જી્‌ લાગશે. ભારત સરકારે કાપડ, રેડીમેડ અને ફૂટવેર પર ય્જી્‌ ૭% વધાર્યો છે. આ સિવાય ઓનલાઈન ઓટો રિક્ષા બુકિંગ પર ૫% ય્જી્‌ લાગશે. એટલે કે ઓલા ઉબેર જેવા એપ આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટો રિક્ષા બુક કરાવવી હવે મોંઘી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *