નવીદિલ્હી
ગૃહમંત્રીએ બોલાવેલી બેઠકમાં એવો પણ ર્નિણય લેવાયો છે કે તમામ ખાનગી અને સરકારી બંદરો પર નિયત પ્રક્રિયા મુજબ આવતા અને જતા કન્ટેનરનું સ્કેનિંગ કરવા માટે કન્ટેનર સ્કેનર્સ અને સંબંધિત સાધનો હશે. આ સાથે રાષ્ટ્રીય સ્તરે નાર્કો-કેનાઈન પૂલ વિકસાવવા પણ સૂચના આપવામાં આવી છે. એ વાત પર પણ સહમતિ સધાઈ હતી કે દ્ગઝ્રમ્, દ્ગજીય્ સાથે સંકલન કરીને, એક નીતિ બનાવશે, જેના હેઠળ રાજ્ય પોલીસને પણ જરૂરિયાત મુજબ કેનાઈન સ્ક્વોડની સુવિધા પૂરી પાડવામાં આવે. ગૃહમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે માનસ નામથી પરિકલ્પિત નેશનલ નાર્કોટિક્સ કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. કેન્દ્રિય સ્તરે સંકલિત દ્ગર્ઝ્રંઇડ્ઢ પોર્ટલની સ્થાપના કરવામાં આવશે, જે વિવિધ સંસ્થાઓ/એજન્સી વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે અસરકારક મિકેનિઝમ તરીકે કાર્ય કરશે. આ ર્નિણયની સૌથી મહત્વની વાત એ હતી કે હવે ડ્રોન અને સેટેલાઇટ સહિત અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દવાઓની ખેતી બંધ કરવામાં આવશે. આ સાથે ડ્રગ્સ સામે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. તમામ મોટી જેલોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.દેશમાં વધતા ડ્રગ્સના દુરુપયોગને રોકવા અને માદક દ્રવ્યોના વધતા જતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. આ માટે ગૃહમંત્રી અમિત શાહે સાંજે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી સહિત ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓએ હાજરી આપી હતી. ડ્રગ્સના વેપાર અને તેના ફેલાવાને રોકવા માટે ગૃહમંત્રીએ આ બેઠકમાં ઘણા મહત્વના ર્નિણયો લીધા છે. તમામ મુદ્દાઓ પર વિચારણા કર્યા પછી, ર્નિણય લેવામાં આવ્યો કે તમામ રાજ્યો હેઠળ સમર્પિત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરશે. રાષ્ટ્રીય સ્તરે, દ્ગઝ્રમ્ હેઠળ એક કેન્દ્રીય દ્ગર્ઝ્રંઇડ્ઢ યુનિટની રચના કરવામાં આવશે. પોલીસ, ઝ્રછઁહ્લ કર્મચારીઓ, ફરિયાદી અને વિવિધ સિવિલ વિભાગના લોકોને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે નાર્કોટિક્સ તાલીમ મોડ્યુલ વિકસાવવામાં આવશે. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે બેવડા ઉપયોગની પ્રિસ્ક્રિપ્શન દવાઓના દુરુપયોગને રોકવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાયમી આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવશે. આ સિવાય તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેષ પ્રયાસો કરશે. ઉપરાંત, તમામ હિસ્સેદારો જેમ કે કોસ્ટ ગાર્ડ, નેવી અને પોર્ટ સત્તાવાળાઓ રાજ્યોની દ્ગર્ઝ્રંઇડ્ઢ સમિતિની બેઠકોમાં સામેલ થશે.