Delhi

નિહંગોએ મરઘી નહીં આપનાર મજૂરનો પગ તોડી નાંખ્યો

નવી દિલ્હી
સોનીપત કુંડલી બોર્ડર પર મરઘી આપવાની ના પાડનારા વ્યક્તિને માર મારીને તેનો પગ તોડી નાંખ્યો હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. આ બનાવને લગતો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વ્યક્તિનો પગ તુટેલો નજરે પડે છે. નિહંગોના જૂથમાં સામેલ એક વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વિડિયોમાં પિડિત વ્યક્તિ કહી રહ્યો છે કે, મરઘી નહીં આપવા બદલ મારો પગ તોડવામાં આવ્યો છે. મારપીટનો ભોગ બનેલા વ્યક્તિનુ નામ મનોજ કુમાર છે અ્‌ને તે મૂળે બિહારનો છે. તેણે કહ્યુ હતુ કે, ગુરૂવારે હું નજીકના પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા લઈને દુકાનદાર પાસે જઈ રહ્યો હતો ત્યારે એક નિહંગ યુવકે મને રોકી દીધો હતો. તેના હાથમાં ડંડાવાળી ફરસી હતી. તેણે મને મરઘો આપવા માટે કહ્યુ હતુ. મેં ના પાડી દીધી હતી અને કહ્યુ હતુ કે, આ મરઘા મારે દુકાન પર પહોંચાડવાના છે. તમે ત્યાંથી અથવા પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘી લઈ શકો છે. એ પછી તેણે મારા પર હુમલો કર્યો હતો અને મને પગમાં બહુ વાગ્યુ પણ છે. હુમલાનો ભોગ બનનાર આ શ્રમજીવી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનમાં નિહંગો સતત વિવાદમાં ઘેરાઈ રહ્યા છે. તાજેતરમાં નિહંગોએ એક દલિત મજૂરની હત્યા કરી નાંખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *