નવી દિલ્હી
નેશનલ ક્રિકેટ એકેડમીના અગાઉના પ્રમુખ રાહુલ દ્રવિડની ભારતના કોચ તરીકે નિમણૂંક થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી.હવે તેના પર લક્ષ્મણની નિમણૂંક થશે તે નિશ્ચિત થઈ ગયુ છે. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સિસ્ટમમાં પૂર્વ ક્રિકેટરોને મહત્વ આપવા પર ભાર મુક્યો છે.ગાંગુલીએ જ દ્રવિડને ટીમના કોચ તરીકે પદભાર સંભાળવા માટે મનાવ્યા હતા.આમ હવે ભારતના ક્રિકેટ જગતમાં બે મહત્વના સ્થાનો પર બે દિગ્ગજ ક્રિકેટરો કામ કરશે.ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ આ વાતને સમર્થન આપ્યુ છે.થોડા સમય પહેલા એવા અહેવાલ વહેતા થયા હતા કે, લક્ષ્મણ આ હોદ્દો સંભાળવા માટે તૈયાર નથી પણ બોર્ડ ઈચ્છતુ હતુ કે, નેશનલ ક્રિકેટ એકેડમીની બાગડોર લક્ષ્મણના હાથમાં રહે. એ પછી ગાંગુલી અને ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે લક્ષ્મણને મનાવી લીધા છે.હવે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ બોર્ડ દ્વારા એક બોલિંગ કોચની વરણી કરવામાં આવશે.કારણકે હાલના કોચ પારસ મહામ્બ્રે ભારતીય ટીમના બોલિંગ કોચ બનશે તે નક્કી છે.
