નવી દિલ્હી
દુનિયાભરમાં અમુખ વખત એવુ જાણવા મળે છે કે વિશ્વાશ થઈ જ ન શકે , ઠેક ઠેકાણે ઘણા દેશોમાં ઉલ્કા-પિંડો પડવાની ઘટના જાણવા મળે છે. જેનુ નસીબ સારુ એને શું કહિ શકાય તેવું આ મહિલા સાથે થયું. મહિલા એટલી નસીબદાર હતી કે તે ઉલ્કાપિંડ તેના પલંગથી પણ ૨-૩ ઇંચ દૂર પડયો હતો. જાે તે તેની છાતી ઉપર જ પડયો હોત તો મહિલાના ત્યારે જ રામ રમી ગયા હોત. ઘટના કેનેડામાં બની હતી. જેમાં પલંગ ઉપર મહિલા સૂતી હતી , અચાનક મોટા ધડાકા સાથે ઉલ્કાપિંડ પલંગની બાજુમાં પડયો. મહિલાએ ઉપર જાેયું તો છત તૂટી ગઈ હતી અને ઉલ્કા પિંડે તે બાકોરું પાડી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. આ ઉલ્કા પિંડપાતથી ગભરાઈ ગયેલી મહિલા રૂથ હેમિલ્ટને પાડોશીઓને તુર્ત જ જગાડયા અને તે ઉલ્કા પિંડ દર્શાવ્યો. ત્યારે પાડોશીઓએ કહ્યું હતું કે તું નસીબદાર છે. જાે તે તારી છાતી ઉપર જ પડયો હોત તો તારા રામ રમી ગયા હોત. હવે તું આ ‘પથ્થર’ વેચવા કાઢીશ તો તને સારી એવી રકમ પણ મળશે.
આમ બાલ-બાલ માટે મોતનાં મુખમાંથી બચી ગયેલી આ મહિલા હવે તો માલા-માલ થઈ જશે. આવા ઉલ્કા પિંડોની કિંમત પણ ઘણી જ ઉપજે છે. તે કિંમત એટલી બધી ઉપજે છે કે ઉલ્કા પીંડ પ્રાપ્ત કરનાર માલા-માલ થઈ જાય છે.
