નવી દિલ્હી
પશ્ચિમ બંગાળના ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં આગામી તહેવારો માટે બનાવાઈ રહેલી મૂર્તિઓને કેટલાક અરાજકતા ફેલાવનારા તત્વોએ તોડી નાંખી હતી.આગામી દિવસોમાં યોજાનારા રાશ ઉત્સવ માટે આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી.આ ઘટના બાદ વિસ્તારમાં તનાવ જાેવા મળી રહ્યો છે. દરમિયાન પોલીસને આ વાતની જાણ થતા સ્થળ પર કુમક ઉતારી દેવામાં આવી હતી.પોલીસનુ કહેવુ છે કે, સ્થાનિક લોકોએ મૂર્તિઓની તોડફોડ થઈ હોવાની જાણકારી આપી હતી.એ પછી પોલીસે તપાસ શરુ કરી છે.જાેકે હજી સુધી ખબર નથી પડી કે મૂર્તિઓની તોડફોડ કરવામાં કોનો હાથ છે. પોલીસનો દાવો છે કે, સ્થિતિ તનાવપૂર્ણ છે પણ નિયંત્રણમાં છે અને એ પછી કોઈ અનિચ્છનિય ઘટના બની નથી.