નવી દિલ્હી
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) મધ્ય એશિયાનું સૌથી પ્રભાવશાળી સંગઠન મનાય છે. વર્ષ ૧૯૯૬માં શાંઘાઈ ઈનિશિયેટીવ તરીકે આ સંગઠનની સ્થાપના થઈ હતી. ૨૦૦૧માં તેનું નામ બદલીને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) કરાયું અને તેનો વિસ્તાર કરાયો હતો. ચીન, રશિયા અને ચાર મધ્ય એશિયન દેશોના સમાવેશથી શરૂ થયેલા આ સંગઠનમાં હાલ આઠ દેશોનો સમાવેશ કરાયો છે. વર્ષ ૨૦૧૭માં એસસીઓનો વિસ્તાર કરતાં ભારત અને પાકિસ્તાનનો પૂર્ણકાલીન સભ્ય તરીકે સમાવેશ કરાયો હતો. હાલ આ સંગઠનમાં ચીન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન સભ્ય દેશો છે જ્યારે અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મોંગોલિયા ચાર ઓબ્ઝર્વર દેશ છે. આ સંગઠને આતંકવાદ સામે લડવા ત્રણ વર્ષનો એક્શન પ્લાન બનાવવાનો ર્નિણય કર્યો હતો, જેના ભાગરૂપે આ એક્સરસાઈઝ કરવામાં આવશે.ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત પાકિસ્તાનમાં યોજાઈ રહેલી આતંકવાદ વિરોધી એક્સરસાઈઝમાં ભાગ લઈ રહ્યું છે. શાંઘાઈ સહયોગ સંગઠનના નેતૃત્વમાં આતંકવાદને પોષનારા પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી એક્સરસાઈઝ યોજાઈ રહી છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે કથળેલા સંબંધોને પગલે આ એક્સરસાઈઝમાં ભારતના ભાગ લેવા પર આશંકાઓ સર્જાઈ હતી. જાેેકે, ભારતે આ એક્સરસાઈઝમાં ભાગ લેવાની પુષ્ટી આપી હોવાનું મનાય છે.