Delhi

પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૧૨૭.૩૦ રૂપિયા છે

નવી દિલ્હી
પાકિસ્તાનના નાણાં વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારા તેમજ વિનિમય દરમાં ફેરફારના આધારે છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલિયમના ઉંચા ભાવો પર કાર્યવાહી કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાને “ગ્રાહકોને કિંમતોમાં લઘુત્તમ વધારો આપ્યો”. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ બહાર પડતા નથી. ત્યાં ૧૫ દિવસસે ભાવ બદલાય છે ભારતમાં થોડા દિવસના અંતરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જાેવા મળે છે. આજે પણ દેશના જુદા જુદા રાજ્યોમાં ટેક્સના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પરંતુ પડોશી પાકિસ્તાનમાં, એક દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા વધી ગયા કે ત્યાંના લોકો હેરાન થઈ ગયા છે. ઈમરાન ખાન સરકારે એક દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૯ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે કેરોસીન પણ ૭ રૂપિયા મોંઘુ થયું છે. હાઇ સ્પીડ ડીઝલ પણ ૨ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઇમરાન સરકારે ૧૫ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિયમના ભાવમાં ૫ થી ૬ રૂપિયાનો વધારો કરી દીધો હતો. ભારતની સરખામણીમાં, હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૧૨૭.૩૦ રૂપિયા / લિટર છે, હાઇ-સ્પીડ ડીઝલની કિંમત ૧૨૨.૦૪ રૂપિયા / લિટર છે, કેરોસીનની કિંમત ૯૯.૩૧ રૂપિયા છે અને લાઇટ ડીઝલ તેલની કિંમત ૯૯.૫૧ રૂપિયા / લિટર છે.

Pakistan-Petrol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *