નવીદિલ્હી
હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાંથી ખરાબ શ્રેણી આવી ગઈ છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, રવિવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૫૬ નોંધાયો છે. આ પહેલા શનિવારે દિલ્હીનો છઊૈં ૨૮૧ હતો. આના એક દિવસ પહેલા તે ૩૧૪ નોંધાયો હતો. આ સિવાય ફરીદાબાદનો છઊૈં ૨૨૧, ગાઝિયાબાદનો ૨૬૪, ગ્રેટર નોઈડામાં ૧૯૨, ગુરુગ્રામનો ૨૬૮ અને નોઈડાનો છઊૈં ૨૧૮ નોંધાયો હતો. આગામી બે-ત્રણ દિવસ સુધી, હવાની ગુણવત્તા રાત્રે ખૂબ જ ખરાબ કેટેગરીમાં અને દિવસ દરમિયાન ખરાબ શ્રેણીમાં રહેશે. તેનું મુખ્ય કારણ રાત્રે ગગડતો પારો અને દિવસ દરમિયાન તડકો પડતો હોવાનું માનવામાં આવે છે.સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક સોમવારે સવારે ૨૫૬ ની ‘નબળી’ શ્રેણીમાં છે. બીજી તરફ, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય આજે વરિષ્ઠ અધિકારીઓ સાથે દિલ્હીના વાયુ પ્રદૂષણની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે. પ્રદૂષણના કારણે લાદવામાં આવેલા નિયંત્રણો વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીટિંગમાં છૂટછાટ મળી શકે છે. આ સંદર્ભમાં, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવશે કે આ સંજાેગોમાં કઈ બાબતોને હળવી કરી શકાય. જાે એર ક્વોલિટી ઈન્ડેક્સ ૦ થી ૫૦ ની વચ્ચે હોય તો તેને સારી શ્રેણીમાં રાખવામાં આવે છે. ૫૧ અને ૧૦૦ ની વચ્ચે હોવાને સંતોષકારક માનવામાં આવે છે, જ્યારે ૧૦૧ અને ૨૦૦ ની વચ્ચે મધ્યમ માનવામાં આવે છે. તે જ સમયે, જાે હવાની ગુણવત્તા ૨૦૧ થી ૩૦૦ ની વચ્ચે રહે છે, તો તે ગંભીર શ્રેણીમાં આવે છે અને ૩૦૧ થી ૪૦૦ ની વચ્ચે ખૂબ જ નબળી છે. આ સિવાય ૪૦૧ થી ૫૦૦ ની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં આવે છે. તમને જણાવી દઈએ કે, ૧૦ ડિસેમ્બરે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી-દ્ગઝ્રઇ રાજ્યોમાં ૪૦ ફ્લાઈંગ સ્ક્વોડ્સ દ્વારા ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ સહિત કુલ ૧,૫૩૪ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને વાયુ પ્રદૂષણના સ્તરને અંકુશમાં લેવા માટે ૨૨૮ સાઇટ્સને બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી, જ્યારે તેમાંથી ૧૧૧ બંધ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર દિલ્હી સરકારે બાળકોના સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસરને ઘટાડવા માટે આગામી આદેશો સુધી તમામ શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરી હતી. તે પહેલા, બાંધકામ પ્રવૃત્તિઓ અને ટ્રકોના શહેરમાં પ્રવેશ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાે કે, સીએનજીથી ચાલતા વાહનો, ઈ-ટ્રક અને આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનોને મુક્તિ આપવામાં આવી હતી.


