ન્યુ દિલ્હી,
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવમાં વધારો જાેવા મળ્યો છે. જેમાં મકાન બનાવવા માટે વપરાતાં સિમેન્ટ, લોખંડ, પાઇપ તેમજ અન્ય મટિરીયલ સહિતના ભાવોમાં એકાએક વધારો નોંધાતા મકાનની કિંમતમાં વધારો નોંધાયો છે. હાલમાં મહેસાણા જિલ્લામાં કોરોના બાદ મકાનના ભાવમાં અંદાજિત ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું બિલ્ડરોનું કહેવુ છે. મહેસાણાએ ઉતર ગુજરાતનું હબ ગણાય છે અને અનેક લોકો ધંધા અર્થ મહેસાણા આવતા હોય છે. જે લોકો નવા ઘર ખરીદવા માંગતા હોય છે. પરંતુ મકાનની કિંમતમાં વધારો નોંધાતા ઘરના મકાનનું સ્વપ્ન એ સ્વપ્ન બનીને જ રહી ગયું છે.મકાન બનાવવા માટે વપરાતાં સિમેન્ટ, લોખંડ, પાઇપ તેમજ અન્ય મટિરીયલ સહિતના ભાવોમાં એકાએક વધારો નોંધાતા મકાનની પડતર વધી છે જેના લીધે તેની કિંમતમાં વધારો નોંધાયો છે.