Delhi

ફેસબૂક-વોટસએપ બંધ રહ્યા પાછળ મોદી સરકારનુ કાવતરૂ ઃ કોંગ્રેસી

નવી દિલ્હી
કોંગ્રેસના સોશિયલ મીડિયાના કો ઓર્ડીનેટર વિનય કુમારે લખ્યુ હતુ કે, મોદીના મિત્ર ઝુકરબર્ગ દ્વારા ક્રુર લખીમપુર સંહારના વિડિયો વાયરલ થતા રોકવા માટે કાવતરાની ગંધ નથી આવી રહી ?ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં સોમવારે ૬ કલાક સુધી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યુ હતુ. જાેકે કોંગ્રેસને તેમાં પણ મોદી સરકારનુ કાવતરૂ હોવાનુ લાગી રહ્યુ છે.યુપી કોંગ્રેસના સોશિયલ મીડિયાના વાઈસ પ્રેસિડેન્ટ પંખુરી પાઠકે તેના પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, ક્યારે પણ વોટસએપ અને ફેસબૂક આટલા કલાકો સુધી બંધ નથી રહ્યુ, એવુ લાગે છે કે, તેને ડાઉન કરાવવામાં આવ્યુ છે, લખીમપુર નરસંહારનુ સત્ય દબાવી તેમણે સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, વિડિયો વાયરલ ના થાય તે માટે તેમણે તો વાઈફાઈ અને ઈન્ટરનેટ પણ ધીમુ કરી દીધુ છે. જીઓનો બહુ લોકો ઉપયોગ કરે છે તો તેને પણ બંધ કરી દેવાયુ છે. ટીવી ન્યૂઝ બાદ હવે આ લોકો ઈન્ટરનેટ પર પણ કબ્જાે જમાવવા માંગે છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ પણ ફેસબૂક, વોટસ એપ ડાઉન થવા પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ .

facebook-instagram-whatsapp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *