,નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીકાશીની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાને અહીં ભાજપ શાસિત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારની નીતિઓ, યોજનાઓના પ્રચાર, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મંથન થયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈકાલે કાશીએ મહાદેવના ચરણોમાં ભવ્ય વિશ્વનાથ ધામ અર્પણ કર્યું હતું અને આજે આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન વિહંગમ યોગ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ દિવ્ય ભૂમિ પર ભગવાન પોતાની અનેક મનોકામનાઓની પૂર્તિ માટે માત્ર સંતોને જ સાધન બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ગીતા જયંતિનો શુભ અવસર છે. આ દિવસે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં સેનાઓ સામ-સામે હતી ત્યારે માનવતાને યોગ, અધ્યાત્મ અને પરમાર્થનું પરમ જ્ઞાન મળ્યું હતું. સદગુરુ સદફલદેવજીએ સમાજના જાગૃતિ માટે વિહંગમ યોગને લોકો સુધી પહોંચાડવા માટે યજ્ઞ કર્યો હતો. આજે એ સંકલ્પ બીજ આટલા વિશાળ વટવૃક્ષના રૂપમાં આપણી સામે ઊભું છે. આપણો દેશ એટલો અદ્ભુત છે કે, અહીં જ્યારે પણ સમય વિપરીત હોય છે, ત્યારે સમયના પ્રવાહને વાળવા માટે કોઈક સંત-વિભૂતિ ઉતરી આવે છે. તે ભારત છે જેના સ્વતંત્રતાના સૌથી મોટા હીરોને વિશ્વ મહાત્મા કહે છે. વડાપ્રધાને કહ્યુ કે, સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે સદગુરુએ આપણને મંત્ર આપ્યો હતો સ્વદેશીનો. આજે એ જ ભાવનાથી દેશે હવે ‘આર્ત્મનિભર ભારત મિશન’ શરૂ કર્યું છે. આજે દેશના સ્થાનિક વેપાર-રોજગારને ઉત્પાદનોને બળ આપવામાં આવી રહ્યું છે, સ્થાનિકને વૈશ્વિક બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈકાલે કાશીએ મહાદેવના ચરણોમાં ભવ્ય વિશ્વનાથ ધામ અર્પણ કર્યું હતું અને આજે આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન વિહંગમ યોગ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ દિવ્ય ભૂમિ પર ભગવાન પોતાની અનેક મનોકામનાઓની પૂર્તિ માટે માત્ર સંતોને જ સાધન બનાવે છે. આજે દેશ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના ગુરુઓ, સંતો અને તપસ્વીઓના યોગદાનને યાદ કરીને નવી પેઢીને તેમના યોગદાનથી વાકેફ કરી રહ્યો છે. મને ખુશી છે કે વિહંગમ યોગ સંસ્થા પણ આમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. બનારસ જેવા શહેરોએ કપરા સમયમાં પણ ભારતની ઓળખ, કલા, ઉદ્યોગસાહસિકતાના બીજ સાચવ્યા છે. આજે, જ્યારે આપણે બનારસના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે તે સમગ્ર ભારતના વિકાસનો રોડમેપ પણ બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશીએ પણ રેકોર્ડ સમયમાં રિંગરોડનું કામ પૂર્ણ કર્યું છે. બનારસ આવતા ઘણા રસ્તાઓ પણ પહોળા કરવામાં આવ્યા છે. જે લોકો રોડ માર્ગે બનારસ આવે છે, તેઓ સારી રીતે સમજે છે કે આ સુવિધાથી કેટલો ફરક પડ્યો છે. તેમણે કહ્યું કે હું જ્યારે પણ કાશી આવું છું અથવા તો દિલ્હીમાં રહું છું, ત્યારે બનારસમાં થઈ રહેલા વિકાસ કાર્યો સાથે ગતિ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યા પછી, તક મળતાં જ હું મારી કાશીમાં જે કામ ચાલી રહ્યું છે, જે કામ થઈ ગયું છે તે જાેવા માટે ફરી નીકળી ગયો.


