નવીદિલ્હી
બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનોએ બે દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. આ બે દિવસીય હડતાળને કારણે આજે ૧૬ ડિસેમ્બર (ગુરુવાર) અને ૧૭ ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ દેશભરની બેંકોની બ્રાન્ચ બંધ રહેશે. આ સિવાય ૧૯ ડિસેમ્બરના રોજ રવિવારની રજાના કારણે બેંકો બંધ રહેશે. આ રીતે દેશભરમાં આ સપ્તાહે ચાર દિવસ બેંકો બંધ રહેવાની છે. શનિવારે ૧૮ ડિસેમ્બરે સ્થાનિક રજાના કારણે બેંકો બંધ રહેશે. શનિવારના રોજ યૂ સોસો થામની વરસી છે. તેના લીધે મેઘાલયમાં બેંકોનું કામકાજ બંધ રહેશે.આગામી સપ્તાહમાં પણ ઘણી રજાઓ છે. મિઝોરમમાં ૨૪ ડિસેમ્બરે નાતાલના કારણે બેંકો બંધ રહેશે. ત્યારબાદ ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસ અને મહિનાના ચોથા શનિવારના કારણે દેશભરમાં બેંકોનું કામકાજ બંધ રહેશે. ૨૬ ડિસેમ્બરે રવિવારના કારણે બેંકો દરેક જગ્યાએ બંધ રહેશે. ત્યારબાદ ૨૭ ડિસેમ્બરના રોજ મિઝોરમમાં ક્રિસમસ સેલિબ્રેશનની રજા છે. યુ કિઆંગ નોંગબાહની યાદમાં મેઘાલયમાં ૩૦ ડિસેમ્બરે બેંકોમાં રજા રહેશે. મિઝોરમમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૩૧ ડિસેમ્બરે મહિનાના છેલ્લા દિવસે બેંકો બંધ રહેશે.હવે ડિસેમ્બરના અંતમાં માત્ર ૧૬ દિવસ બાકી છે. આ બાકીના ૧૬ દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં બેંકો ૧૦ દિવસ માટે બંધ રહેશે. આજે અને કાલે દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને બેન્ક સાથે જાેડાયેલા કામકાજ પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવતા અઠવાડિયે પણ દેશના ઘણા રાજ્યોમાં બેન્કોના કામકાજ બંધ રહેશે. બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના સરકારના પગલાના વિરોધમાં વિવિધ જાહેર ક્ષેત્રની બેંકોના લગભગ નવ લાખ કર્મચારીઓ આજથી હડતાળ પર છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) સહિતની મોટાભાગની બેંકોએ પહેલેથી જ તેમના ગ્રાહકોને ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેંકિંગ કામગીરીની અસર સામે એલર્ટ કરી દીધા છે. અખિલ ભારતીય બેન્ક અધિકારી પરિસંઘ (છૈંમ્ર્ંઝ્ર)ના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું હતું કે બુધવારે એડિશનલ ચીફ લેબર કમિશનર સમક્ષ થયેલી સમાધાનની બેઠક નિષ્ફળ ગઈ હતી તેથી બેંક યુનિયનો હડતાળ કરી રહ્યું છે.