Delhi

બે બ્રોન્ઝ સાથે ભારતનું અભિયાન પૂરું

નવી દિલ્હી
શરથ કમલ અને સાથિયાન તથા હરમીત દેસાઇ અને માનવ ઠક્કરની બે ભારતીય જાેડીએ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોમવારે મેન્સ ડબલ્સમાં બ્રે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આઠમા ક્રમાંકિત હરમીત અને માનવને પ્રથમ સેમિફાઇનલમાં કોરિયાના વૂજિન જંગ અને જાેંગહૂન લિમ સામે ૪૪ મિનિટમાં ૪-૧૧, ૬-૧૧, ૧૨-૧૦, ૧૧-૯, ૮-૧૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો. શરથ અને સાથિયાનની જાેડીને યુકિયા ઉદા અને શુનસુકે તોગામીની જાપાનીઝ જાેડીએ ૫-૧૧, ૯-૧૧, ૧૧-૧૩થી હરાવી હતી. સેમિફાઇનલમાં પરાજય મળ્યો હોવા છતાં ભારતીય મેન્સ ટીમે એશિયન ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો હતો. ટીમે ગયા સપ્તાહે પ્રથમ વખત ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો અને હવે બંને જાેડીએ મેન્સ ડબલ્સમાં એક-એક બ્રોન્ઝ જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *