Delhi

બ્રાઝિલમાં યુવતી પાસે પહેલા કબર ખોદાવી અને યુવતીની જ હત્યા કરી દફનાવી દીધી

નવીદિલ્હી
બ્રાઝિલની જ્યાં અહીંની રહેવાસી અમાન્ડા અલ્બાચ નામની ૨૧ વર્ષની યુવતીની હત્યા કરાયા બાદ પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, પહેલા તો હત્યારાઓએ યુવતી પાસે તેની જ કબર ખોદાવી હતી અને એ પછી તેને ગોળી મારીને આ કબરમાં દફનાવી દીધી હતી. પોલીસના કહેવા પ્રમાણે અલ્બાચ પોતાના મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવા ગઈ હતી.તેમાં સામેલ કેટલાક લોકો ડ્રગ્સના ધંધા સાથે સંખળાયેલા હતા.આ દરમિયાન અલ્બાચે તેમના ફોટા પાડતા તેઓ નારાજ થયા હતા.તેમણે અલ્બાચની હત્યા કરી નાંખી હતી. દરમિયાન આ યુવતી તેના ઘરે પાછી નહીં ફરતા પરિવારજનોને ચિંતા થઈ હતી અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે આખરે તેની હત્યાની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.પોલીસના હાથમાં પકડાયેલા ડ્રગ પેડલરે કહ્યુ હતુ કે, અલ્બાચની મે અને મારા સાથીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.એ પહેલા તેની પાસેજ તેની કબર દરિયા કિનારે ખોદાવી હતી અને તેની લાશને તેમાં દફનાવી દીધી હતી.મત્રો સાથે બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલી યુવતીની હત્યા બાદની સનસનીખેજ વિગતો બહાર આવી છે અને આ વિગતો એવી છે કે પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *