Delhi

ભાજપ બંગાળમાં નવો ઈતિહાસ રચશે ઃ જે પી નડ્ડા

નવી દિલ્હી
૫ રાજ્યોમાં ચૂંટણીની રણનીતિ પર મંથનની સાથે જ પાર્ટીની આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવ્યો. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાેશીએ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો. આ બેઠક એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં હાઈબ્રિડ રૂપમાં આયોજિત કરવામાં આવી. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૧૨૪ સભ્યોએ ભાગ લીધો. વર્ષ ૨૦૨૨માં સાત રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ રહી છે. એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થઈ રહેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન સહિત તમામ નાના-મોટા ભાજપ નેતા સામેલ છે. બેઠકમાં કોરોના સંકટની વચ્ચે ભારતમાં ૧૦૦ કરોડ રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવ્યો કે ભાજપ પ. બંગાળમાં નવો ઈતિહાસ રચશે. જેપી નડ્ડાએ કહ્યુ, હુ પ. બંગાળના લોકોને વિશ્વાસ અપાવવા ઈચ્છુ છુ અમે આપની સાથે છીએ અને રાજ્યમાં નવો ઈતિહાસ રચીશુ. આ દરમિયાન બેઠકમાં કૈલાશ વિજયવર્ગીય, અનુપમ હાજરા, સ્વપ્ન દાસ ગુપ્તા સહિત કેટલાક એવા નેતા હાજર હતા, જેમણે વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યુ કે બેઠકને સંબોધિત કરતા જે પી નડ્ડાએ બંગાળના લોકોને વિધાનસભા ચૂંટણીમાં સમર્થન આપવા માટે ધન્યવાદ કહ્યુ, તેમણે કહ્યુ, ૨૦૧૬માં બંગાળમાં અમારી હાજરી નહોતી. પરંતુ હવે અમે ૩૮ ટકા મત મળ્યા. ૧૮ લોકસભા અને ૭૭ વિધાનસભા બેઠક અમારી પાસે છે. ભારતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ૯ કરોડ વસતીવાળા રાજ્યમાં આ પ્રકારના વિકાસનો જાેવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *