Delhi

ભારતના અનેક રાજ્યોમાં ડીઝલનો ભાવ ૧૦૦ને પાર થયો

નવી દિલ્હી
દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ વધીને રૃ. ૧૦૦ને પાર થઇ ગયો છે. જ્યારે દોઢ ડઝન રાજ્યોમાં ડીઝલનો ભાવ વધીને રૃ. ૧૦૦ને પાર થઇ ગયો છે. ૨૮ સપ્ટેમ્બરથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૨૧ વખત વધારો કરવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલના ભાવમાં કુલ ૬.૪૦ રૃપિયાનો વધારો થયો છે. જ્યારે ૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨૪ વખત વધારો કરવામાં આવ્યો છે. જેમાં ડીઝલના ભાવમાં કુલ ૭.૭૦ રૃપિયાનો વધારો થયો છે. આ અગાઉ ચોથી મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૭.૫૯ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૬.૩૨ રૃપિયા થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૩.૪૬ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૪.૩૮ રૃપિયા થઇ ગયો છે. સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ૧૮ અને ૧૯ ઓક્ટોબરે ભાવ વધારવામાં આવ્યા ન હતાં. તેની પહેલા સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો દર અલગ હોવાથી તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *