નવીદિલ્હી
ડબ્લ્યુએચઓ અને દુનિયાના અનેક ડોક્ટરોએ આ બીમારીની ગંભીરતાને ઘટાડવા માટે લોકોને કોરોના પ્રતિરોધક વેક્સિન લેવા પર ભાર મૂક્યો છે. હાલમાં ર્ઝ્રદૃૈજરૈીઙ્મઙ્ઘ, ર્ઝ્રદૃટ્ઠટૈહ અને જીॅેંહૈા ફથી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ઓક્સફર્ડ દ્વારા કોવિશિલ્ડ તૈયાર કરાઈ છે જેને ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામા આવી છે. ભારતની સ્વદેશી કોવેક્સિનને ભારત બાયોટેક દ્વારા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના સહયોગથી વિકસિત કરાઈ છે. સ્પૂતનિક વી વેક્સિન રશિયાની છે તેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા માર્કેટિંગ કરાઈ રહ્યું છે. ૫ ડિસેમ્બરે ભારતની ૫૦ ટકા વસતિને ફૂલ્લી વેક્સિનેટેડ કરાઈ. આ સમયે દેશની ૮૫ ટકા વસતિને વેક્સિનનો એક ડોઝ મળી ચૂક્યો હતો. ભારતમાં રાષ્ટ્રિય સ્તરે વેક્સિનેશનની શરૂઆત ૧૬ જાન્યુઆરીએ થઈ. આ પછી સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઈ. ૨ ફેબ્રુઆરીથી વેક્સિનેશનના નવા તબક્કાની શરૂઆત કરાઈ. તેમાં ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી. નાગરિકો માટે વેક્સિનેશનની શરૂઆત ૧ માર્ચથી કરવામાં આવી. આ સમયે ૬૦ વર્ષથી વધુના લોકોને અને ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાઈ રહી હતી. આ સિવાય કોઈ બીમારીથી પીડિત લોકોને પણ વેક્સિન અપાઈ રહી હતી. તમામ લોકો માટે આ સમયે થઈ વેક્સિનેશનની શરૂઆતભારતમાં ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી વધુના ઉંમરના લોકોને અને ૧ મે બાદ ૧૮ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને માટે વેક્સિનેશનની શરૂઆત થઈ. ભારતે એક અરબ વેક્સિન ડોઝ લગાવવામાં સફળતા મેળવી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી બચવા માટે હાલમાં વેક્સિન એકમાત્ર હથિયાર છે.ભારતમાં વેક્સિનેશનની ઝડપ સતત વધી રહી છે અને સાથે તેમાં એક મોટી સફળતા પણ મળી છે. દેશની ૬૦ ટકા વસતિ ફૂલ્લી વેક્સિનેટેડ છે, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટિ્વટ કરીને કહ્યું છે કે નવી સફળતા મળી છે. ભારતને આ માટે અભિનંદન. અમારા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની ભાગીદારી અને સમર્પિત પ્રયાસોથી ભારતની ૬૦ ટકાથી વધારે યોગ્ય વસતિને સંપૂર્ણ રીતે વેક્સિનેશન કરવામાં આવી છે. વેક્સીનના બંને ડોઝ લગાવનારા લોકોને ફૂલ્લી વેક્સિનેટેડ માનવામાં આવે છે.
