,નવી દિલ્હી
ભારત સરકાર દ્વારા એટ રિસ્ક દેશોની યાદીમાં હવે યુકે તેમજ યુરોપનાં તમામ ૪૪ દેશો સામેલ કરાયા છે. આમ હવે યુકે, યુરોપનાં તમામ ૪૪ દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલ એટ રિસ્ક દેશો ગણાશે.વિશ્વના ૩૮ દેશોમાં ફેલાયેલા કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ હવે ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે માત્ર ૪ દિવસમાં ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૧ પર પહોંચી ગઈ છે. ૨ ડિસેમ્બરે, દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો અને ૬ ડિસેમ્બર સુધી, આ પ્રકારના ૨૧ દર્દીઓ મળી આવ્યા છે. એક દિવસમાં ઓમિક્રોનના ૧૭ નવા દર્દીઓ મળી આવ્યા હતા. રાજસ્થાનના જયપુરમાં ૯ દર્દીઓ, મહારાષ્ટ્રમાં ૭ અને રાજધાની દિલ્હીમાં ૧ દર્દી ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ રાજધાની દિલ્હી સહિત ૫ રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે. રાજસ્થાનમાં સૌથી વધુ ૯, મહારાષ્ટ્રમાં ૮, કર્ણાટકમાં ૨, દિલ્હી અને ગુજરાતમાં ૧-૧ દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં મળી આવેલા તમામ દર્દીઓ કાં તો તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરીને પાછા ફર્યા હતા અથવા એવા લોકોના સંપર્કમાં આવ્યા હતા જેઓ હાઇ રિસ્ક ધરાવતા દેશોમાંથી મુસાફરી કરી ચૂક્યા હતા. અત્યારે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી શકે છે કારણ કે ઘણા શંકાસ્પદ લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોનું પણ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકમાં ગુરુવારે બે દર્દીઓ ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા જેમાં એક વિદેશી નવેમ્બરમાં ભારત આવ્યા હતા. ગુજરાતનાં જામનગરમાં ત્રીજાે કેસ મળી આવ્યો. આ વ્યક્તિ ૨૮ નવેમ્બરે ઝિમ્બાબ્વેથી જામનગર આવ્યો હતો. મહારાષ્ટ્રમાં શનિવારે ઓમિક્રોનનો ચોથો કેસ મળી આવ્યો હતો જે મુંબઈ નજીક કલ્યાણ ડોંબીવલીનો રહીશ હતો અને સાઉથ આફ્રિકાથી પાછો આવ્યો હતો. દિલ્હીમાં પાંચમો કેસ મળી આવ્યો હતો જે તાન્ઝાનિયાથી આવ્યો હતો. કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સત્તાવાળાઓની ચિંતા વધી રહી છે ત્યારે સરકારે ઈન્ટરનેશનલ પેસેન્જર્સ માટે નવી ગાઈડલાઈન્સ લાગૂ કરી છે. દેશનાં તમામ એરપોર્ટ પર એટ રિસ્ક દેશમાંથી આવતા તમામ પ્રવાસીઓએ ફરજિયાતપણે ઇ્_ઁઝ્રઇ ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર રાહ જાેઈને બેસી રહેવું પડશે. જે પ્રવાસીઓ એટ રિસ્ક દેશ સિવાય અન્ય દેશોમાંથી આવતા હોય અથવા તો તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તો તેમને એરપોર્ટથી બહાર જવા મંજૂરી અપાશે. તેમણે ૧૪ દિવસ સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. તમામ પ્રવાસીઓએ ફોર્મમાં બોર્ડિંગ પહેલાનાં ૧૪ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી દર્શાવવાની રહેશે.