Delhi

ભારતમાં વેક્સિનેશન ૯૦ કરોડને પાર ઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાં છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દેશના દરેક પુખ્ત વ્યક્તિને કોરોના રસીના ડોઝ આપી દેવા માગે છે તેથી આ આંકડો અત્યંત મહત્ત્વનો છે. મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોરોના રસીકરણને વેગ આપવા પ્રતિબદ્ધ છે. દરમિયાન દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૨૪,૩૫૪ નવા કેસ અને ૨૩૪ દર્દીનાં મોત નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૫,૪૫૫ દર્દી રિકવર થતાં એક્ટિવ કેસ ઘટીને ૨,૭૩,૮૮૯ ઉપર આવી ઔગયા હતા.

Mansukh-Madaviya-90-cr-Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *