,નવી દિલ્હી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ આજે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ૬,૦૧,૪૨૭ ૭.૬૩ટ૩૯દ્બદ્બ એસોલ્ટ રાઈફલ્સ છદ્ભ-૨૦૩ ની ખરીદી માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ૨૦૨૧-૨૦૩૧ સુધી લશ્કરી-તકનીકી સહયોગ માટેના કાર્યક્રમ પર હસ્તાક્ષર કરાયા. પુતિનની મુલાકાત દરમિયાન અનેક મોટા સંરક્ષણ સોદાઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે. બંને દેશો વચ્ચે આગામી દસ વર્ષ સુધી સંરક્ષણ સહયોગ ચાલુ રાખવા અને આ માટે એક માળખું બનાવવા પર મહોર લાગશે. સંરક્ષણ સહયોગ માટે લોજિસ્ટિક્સ કરારના પારસ્પરિક વિનિમય પર પણ સંમત થશે. આ સિવાય લેટેસ્ટ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ઈગ્લા-એસ શોલ્ડર ફાયર મિસાઈલ ડીલ પર પણ ચર્ચા થશે. બેઠક દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આજે ભારત-રશિયા સમિટ ફરી એકવાર વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં આપણા દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વપૂર્ણ મહત્વને પુનઃપુષ્ટ કરે છે. રાજનાથ સિંહે કહ્યું કે સંરક્ષણ સહયોગ એ અમારી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. મને આશા છે કે ભારત-રશિયાની ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે ભારત-રશિયા સંબંધો બહુપક્ષીયવાદ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, પરસ્પર સમજણ અને વિશ્વાસમાં સમાન હિતના આધાર પર આધારિત છેરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૨૧મી ભારત-રશિયા વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે સોમવારથી ભારતની મુલાકાતે છે. હૈદરાબાદ હાઉસમાં ઁસ્ નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે સાંજની બેઠક પર દુનિયાની નજર ટકેલી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ક્વાડ અને અફઘાનિસ્તાન અને ચીન-ભારત તણાવ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે પુતિનની મુલાકાતને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.