નવી દિલ્હી
અમેરિકાના ૨૨ રિપબ્લિકન સીનેટરના એક ગ્રુપે મંગળવારે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને તેનું સમર્થન કરનારી બધી વિદેશી સરકારો પર પ્રતિબંધ લગાવવાના પ્રાવધાન માટે એક બિલ રજૂ કર્યું હતું. અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરેરિઝ્મ, ઓવરસાઇટ એન્ડ અકાઉન્ટેબિલિટી એક્ટને સીનેટ જિમ રિશે રજૂ કર્યું હતું. તેઓ સીનેટ વિદેશ સંબંધ સમિતિના સભ્ય છે. બિલમાં વિદેશ મંત્રી પાસે એક રિપોર્ટની માગણી કરવામાં આવી છે કે વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૨૦ વચ્ચે તાલિબાનને સમર્થન આપવામાં પાકિસ્તાનની ભૂમિકા, જેના કારણે અફઘાનિસ્તાનની સરકાર પડી ભાંગી. સાથે જ પંજશીર વેલી તથા અફઘાન પ્રતિરોધ વિરુદ્ધ તાલિબાનના હુમલામાં પાકિસ્તનના સમર્થન બાબતે તેમનું આંકલન બતાવવા કહેવામાં આવ્યું છે.અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાન આવ્યા બાદ અત્યાચાર સામે આવવા લાગ્યા છે. તાલિબાન લોકોને ફરીથી ક્રૂર સજાઓ આપવા લાગ્યું છે. એક તરફ પોતાને ત્યાં લોકોને મારીને ચોક પર લટકાવી રહ્યું છે. તાલિબાની નેતા મુલ્લા નુરઉદ્દીન તૂરાબીએ એમ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ભૂલ કરનારા લોકોના હાથ-પગ કાપીને સજા આપવામાં આવશે. મુલ્લા નુરાઉદ્દીન તૂરાબીએ એમ પણ કહ્યું હતું કે દાઢી કપાવનારા લોકોને ચાબુક મારવામાં આવશે. તો એવા પણ સમાચાર આવ્યા હતા કે અપહરણકર્તા અને ખંડણી માગનારા લોકોને મારીને રસ્તા પર લટકાવી દેવામાં આવ્યા. હાલમાં જ એક ઘટના સામે આવી હતી જેમાં તાલિબાને એક માસૂમ છોકરાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. એવો આરોપ હતો કે તેના પિતા રેસિસ્ટન્સ ફોર્સનો હિસ્સો હતો. બીજી તરફ તે (તાલિબાન) ભારત સાથે સારા સંબંધ રાખવા માગે છે. તાલિબાને ભારતને પત્ર લખીને સારા સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. તાલિબાને ભારતને પત્ર લખીને કહ્યું છે કે તે અફઘાનિસ્તાન માટે પોતાની ફ્લાઇટની શરૂઆત કરે. આ પત્ર દ્વારા તાલિબાને ભારત વિરુદ્ધ કૂટનૈતિક ચાલ ચાલી છે. ભારત અને અફઘાનિસ્તાનની ફ્લાઇટ સેવાની શરૂઆત થાય છે તો તેનાથી તાલિબાન સરકારને સમર્થન મળશે. તાલિબાન એવું ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર તાલિબાનને માન્યતા મળે. જાે ભારત ફ્લાઇટની શરૂઆત નથી કરતું તો તેનાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર પર પણ અસર પડશે. વર્ષ ૨૦૧૯-૨૦મા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લગભગ ૧૧ હજાર કરોડનો વેપાર થયો હતો. ભારત અફઘાનિસ્તાનથી મોટા પ્રમાણમાં ડ્રાઈ ફ્રૂટ્સ અને હર્બલ દવાઓ મંગાવે છે. બીજી તરફ ભારતથી અફઘાનિસ્તાનને ચા, કૉફી, કાળું મરચું, કૉટન અને રમકડાં નિકાસ કરવામાં આવે છે. ૧૫ ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારતે ફ્લાઇટ બંધ કરી દીધી હતી. જાેકે કોરોના વાયરસના કારણે ડ્ઢય્ઝ્રછએ ૩૧ ઓક્ટોબર સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર બેન લગાવી રાખ્યો છે પરંતુ તાલિબાને પોતાના પત્ર દ્વારા બોલ ભારતના પક્ષમાં નાખ્યો છે. તો અમેરિકા તાલિબાનને સાથ આપનારા દેશો પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહ્યું છે.