નવી દિલ્હી
મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના બડૌદ નગરીય ક્ષેત્રમાં ભારત માતાની જય બોલવાને લઈ શાળાના બાળકોમાં વિવાદ થયો હતો. શાળામાં થયેલા વિવાદ બાદ છૂટીને ઘરે જઈ રહેલા ૧૨મા ધોરણના વિદ્યાર્થી સાથે બજારમાં આરોપી વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને ખૂબ જ મારપીટ કરી હતી. બડૌદ પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે શાળાએથી છૂટીને અમે ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તા વચ્ચે એક મોહલ્લામાં તે વિદ્યાર્થીઓએ પોતાના સાથીઓ સાથે અમારો રસ્તો રોક્યો હતો અને લાકડી-ડંડા વડે ખૂબ જ મારપીટ કરી હતી. આ દરમિયાન મારપીટનો વીડિયો ઉતારી રહેલા એક શિક્ષકનો મોબાઈલ છીનવીને તોડી દેવામાં આવ્યો હતો. બાદમાં રસ્તેથી પસાર થતા કેટલાક લોકોની મદદથી તેમને છોડાવવામાં આવ્યા હતા. બડૌદ પોલીસે આ મામલે ૯ નામજાેગ અને ૮/૧૦ અજ્ઞાત આરોપીઓ વિરૂદ્ધ મારપીટ, બળવા અને એસસી/એસટી એક્ટની વિભિન્ન કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદી વિદ્યાર્થીના કહેવા પ્રમાણે તે વિદ્યાર્થીઓએ કહ્યું શું હોય છે પોલીસને મળેલી જાણકારી પ્રમાણે ફરિયાદી વિદ્યાર્થીએ કેસ નોંધાવતી વખતે જણાવ્યું હતું કે, તે એક ખાનગી શાળામાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરે છે અને શાળામાં દરરોજ રાષ્ટ્રગાન બાદ તમામ વિદ્યાર્થીઓ ભારત માતાની જયના નારા બોલાવે છે. રાષ્ટ્રગાન બાદ કેટલાક વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલવાની ના પાડી દીધી તેને લઈ વિવાદ થયો હતો.
