નવી દિલ્હી
વીડિયોમાં ભારત સામે જેહાદની વાત કરવામાં આવી છે. જેમાં ઝાકિર મૂસાને પણ યાદ કરવામાં આવી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓનુ કહેવુ છે કે, ભરે વિડિયો અલ કાયદાએ જારી કર્યો હોય પણ તેની પાછળનુ મગજ પાકિસ્તાનનુ છે. આ વિડિયો થકી કાશ્મીરના યુવાનોને ભડકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વીડિયોમાં બાબરી ધ્વસંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને યુવાનોને ભડકાવવામાં આવ્યા છે. વીડિયો જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. આ વિડિયો ૧ મિનિટ અને ૩૦ સેકન્ડનો છે.અલ કાયદાની મીડિયા વિંગ અલ સહાબે જાહેર કરેલા નવા વિડિયોમાં ભારત વિરૂધ્ધ ભરપૂર ઝેર ઓકવામાં આવ્યુ છે. આ વિડિયોની શરૂઆતમાં અલ કાયદા ચીફ અલ જવાહરીનુ ઓડિયો નિવેદન સંભળાય છે. એ પછી વીડિયોમાં પાંચ આતંકીઓ હથિયારોથી સજ્જ થયેલા દેખાય છે. આ પૈકીનો એક આતંકી પોતાનુ નામ મીર મહિબુલ્લા બતાવે છે અને પોતે કાશ્મીરનો હોવાનુ કહે છે. તે કાશ્મીરમાં જેહાદની પણ વાત કરે છે.
