નવી દિલ્હી
યુપી સરકારના મંત્રી આનંદ સ્વરુપ શુક્લાએ મથુરામાં ચાલી રહેલા વિવાદ પર મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે, મુસ્લિમો જાતે જ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં જે સફેદ ભવન( મસ્જિદ)હિન્દુઓના હવાલે કરી દે. કોર્ટે અયોધ્યા વિવાદનુ તો સમાધાન કરી દીધુ છે પણ કાશી અને મથુરાના સફેદ બાંધકામો હિન્દુઓને ઠેર પહોંચાડી રહ્યા છે.શુક્લાનો ઈશારો આ બંને જગ્યાએ બનેલા મુસ્લિમ બાંધકામો તરફ હતો. આનંદ સ્વરુપે આગળ કહ્યુ હતુ કે, એ સમય પણ આવશે જ્યારે મથુરામાં સફેદ ભવન પણ કોર્ટની મદદથી હટાવી દેવાશે.ભારતના મુસ્લિમોએ માનવુ પડશે કે રામ અને કૃષ્ણ તેમના પૂર્વજ હતા.બાબર, અકબર અને ઔરંગઝેબ હુમલાખોરો હતા.તેમણે જે પણ ઈમારતો બનાવી છે તેની સાથે મુસ્લિમ સમુદાયે પોતાને જાેડવા જાેઈએ નહીં. તેમણે આગળ કહ્યુ હતુ કે, શિયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને બીજા મુસ્લિમોએ તેમનુ અનુકરણ કરવુ જાેઈએ.દેશના તમામ મુસ્લિમોનુ ભૂતકાળમાં ધર્માંતરણ થયુ હતુ.તેઓ ૨૦૦ વર્ષ પહેલા હિન્દુ હતા.અમે ઈચ્છીએ છે કે તમામની ઘર વાપસી થાય. તેમણે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને હિન્દુ વિરોધી જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૬ ડિસેમ્બરે શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં અભિષેક કરવાની જાહેરાત કરાયા બાદ આખા વિસ્તારની સુરક્ષા વધારી દેવાઈ હતી અને તે હજી પણ યથાવત છે.યુપીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ હવે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પરિસરનો મુદ્દો ભાજપે ઉઠાવવા માંડ્યો છે.
