નવી દિલ્હી
મમતા બેનરજીને સીએમ પદે રહેવા માટે આ ચૂંટણી જીતવી જરુરી હતી અને તેના કારણે આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી.મમતા બેનરજીની જીતની ટીએમસીના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી. મમતા બેનરજીને કુલ ૮૪૦૦૦ કરતા વધારે મત મળ્યા છે જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરેવાલને ૨૬૦૦૦ ઉપરાંત મત મળ્યા છે. મમતા બેનરજીના ભાઈએ કહ્યુ હતુ કે, રાજ્યમાં ટીએમસીનો કોઈ વિકલ્પ નથી અને હવે ૨૦૨૪માં દિલ્હીમાં પણ અમે સરકાર બનાવીશું.પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભવાનીપુરની હાઈપ્રોફાઈલ બેઠક પર મમતા બેનરજીએ ૫૮૮૩૨ મતથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ સામે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. આમ તો ચોથા પાંચમા રાઉન્ડની ગણતરી બાદ જ નક્કી થઈ ગયુ હતુ કે, મમતા બેનરજીની જીત નિશ્ચિત છે પણ મતગણતરી બાદ તેઓ કેટલા મતથી જીતે છે તેની રાહ જાેવાતી હતી.અપેક્ષા પ્રમાણે જ ટીએમસીએ અહીંયા ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે.