દેશમાં મોદી સરકાર સામે વિરોધ પક્ષોને એકજૂટ કરવા નીકળેલા સોનિયા ગાંધી સાથે અંગત સંબંધો ધરાવતા મમતા બેનર્જી વિપક્ષો માંહેની આંતરિક જૂથબંધી કે ખેચતાણને લઈને તેનો લાભ ઉઠાવવા હવે વડાપ્રધાન બનવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. તો પોતે કોંગ્રેસ પર હુમલો ન કરતા પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસ પર એવો હુમલો કરાવ્યો છે જે રાહુલ ગાંધી રાજકારણમાં કાચા છે તેમની સમજ ઓછી છે, મોદીજી નો સામનો કરવા તેમને સમજવા જાેઈએ અને ત્યારે જ તેમને લડત આપી શકાય. જયારે કે મમતા પશ્ચિમ બંગાળમાં ભાજપને પછડાટ આપવામાં સફળ થયા તે સાથે ભાજપના ૫ ધારાસભ્યો ટીએમસીમા જાેડાતા હવે મમતા પોતાને સફળ નેતા માની રાષ્ટ્રીય સ્તરે પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. એટલા માટે તેઓએ યુપીમા અખિલેશ સાથે જાેડાવાનું નક્કી કર્યું છે. તેમજ તેઓએ ગોવાની ચૂંટણી ધ્યાને લઇને તેને નિશાન પર લીધું છે અને ત્યાં પીકે ને ટીમ સાથે ઉતારી દઈને વ્યુહ રચના ગોઠવી જેમાં પ્રથમ કોંગ્રેસના ધૂરંધર કહેવાતા નેતા ઓની વિકેટ પાડી દઈ ટીએમસીમા લાવ્યા છે અને ગોવામાં ટીએમસી સંગઠન ઉભુ કર્યું જે નાના પાયે થયેલ છે પરંતુ જાેઈએ તેવી સફળતા હજુ સુધી મળી નથી. દરમિયાન મમતા ખુદ ગોવા પહોંચી ગયા પરંતુ ગોવામાં જયશ્રી રામના પોસ્ટર લાગી ગયા હતા અને તેનું કારણ છે કે પશ્ચિમ બંગાળમાં જયશ્રી રામના નારા બાબતે મમતાજીએ નારાજગી વ્યક્ત કરી હતી.જાેકે ગોવામાં ક્રિશ્ચયન વસ્તી વધુ છે તેથી જયશ્રીરામ નો મુદ્દો ગાજવાની શક્યતા ઘણીજ ઓછી છે…..! જ્યારે કે અહીં ગત વિધાન સભા? ચૂટણીમા કોંગ્રેસના ૧૭ ધારાસભ્ય ચૂંટાયેલા પરંતુ સરકાર રચવામાં ભાજપને સફળતા મળી…. તો શિવસેના પણ મેદાનમાં છે એ મહારાષ્ટ્રમાં કોગ્રેસ, એનસીપી સાથે ગઠબંધન ધરાવે છે.આ બાબતને પીકેએ ધ્યાનમાં લીધી હોય પરંતુ નગણ્ય ગણી હોઈ શકે…..!
યુપીની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ, સપા સહિતના પક્ષો માટે મહત્વની બની ગઈ છે કારણ અહીંથી લોકસભાની ૮૦ બેઠકો છે એટલે વિધાનસભા ચૂંટણી જીતવા આ ત્રણેય પક્ષોએ એડીચોટીનું જાેર લગાવી દીધું છે. જ્યારે કે ભાજપનો ચૂંટણી પ્રચાર દોર મોદીજીના હાથમાં છે.તથા સીએમ યોગી હવે મેદાનમાં ઉતર્યા છે. તેઓ અમિત શાહને પસંદ કરતા નથી તેથી ભાજપાએ યુપીની જવાબદારી તેઓને સોંપી નથી. બીજી તરફ અખીલેશે રાજ્યભરમાં રથ યાત્રાઓ યોજી છે જેને જાેરદાર તહલકો મચાવી દીધો છે…. તો પ્રિયંકા ગાંધીએ સતત પ્રચાર શરૂ કર્યો છે અને વિવિધ મુદ્દા પર તેઓ રાજ્ય ભરમાં ફરવા લાગ્યા છે. જેમાં લખીમપુર ઘટના બાબતે મૃતક કિસાનોના પરિવારોને મળવા દોડી ગયા તો લલિતપુરમાં ખાદ મેળવવા જતા કિસાનોના મોત થયા તેમના પરિવારોને મળવા ટ્રેઈન દ્વારા પહોંચી ગયા…. જે કારણે આમ પ્રજામાં આ પગલુ આવકાર દાયક બની ગયું. તેમજ પોલીસ કસ્ટડીમાં દલીતનુ મોત થતાં તેના પરિવારને મળવા આગ્રા દોડી ગયા જેથી દલીતોમા છવાઈ ગયા… તેઓની યોગી સરકારે અટકાયત કરતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર યુપીમાં પડ્યા જેનો લાભ કોંગ્રેસને મળી શકે તેવી સ્થિતિ ઉદભવવા પામી છે. અહીં ભાજપાએ પ્રાદેશિક સાત જેવા નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે કે જેથી તેઓનો લાભ મળે અહી કિસાન આંદોલનની, કિસાનોના મોત,કોરોના કાળ સમયની આરોગ્ય તંત્રની કામગીરી સહિતના પ્રશ્નો યોગી સરકારને નુકસાન કરી શકે તેવી સંભાવના છે…..! જાે કે મોદીજી ચૂંટણી પ્રચારના સૂત્રધાર છે એટલે રામ મંદિર, ત્રિપલ તલ્લાક,કાશ્મિર સહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપશે. તેઓની ખાસ પકડ આફતને અવસરમાં પલટાવવાની છે એટલે વિપક્ષ નેતાઓનો એક પણ નબળો શબ્દ પાસુ પલટાવી થઈ શકે…..!
