Delhi

મલ્ટી બેરલ લોન્ચર સિસ્ટમ દુશ્મનની યોજનાઓને નાકામ કરશે

નવીદિલ્હી
તાજેતરમાં, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે તેની બાહુબલી ‘પિનાક’ રોકેટ સિસ્ટમને વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરી છે. ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ના નામ પરથી આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.જૂનમાં, પિનાકા રોકેટના અદ્યતન સંસ્કરણનું ઓડિશા કિનારે ચાંદીપુર રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી રોકેટનું ૨૪-૨૫ જૂનના રોજ મલ્ટિ-બેરલ રોકેટ લોન્ચરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અદ્યતન સંસ્કરણો સાથે ૨૫ પિનાકા રોકેટ ઝડપથી લક્ષ્ય પર છોડવામાં આવ્યા હતા. આ તમામ રોકેટ અલગ-અલગ રેન્જમાંથી છોડવામાં આવ્યા હતા. પ્રક્ષેપણ દરમિયાન મિશનના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા. તમને જણાવી દઈએ કે, આ પહેલા આ રોકેટની રેન્જ ૩૭ કિલોમીટર હતી. પિનાકા રોકેટમાં હાઈ એક્સપ્લોઝિવ ફ્રેગમેન્ટેશન , ક્લસ્ટર બોમ્બ, એન્ટી પર્સનલ, એન્ટી ટેન્ક અને લેન્ડમાઈન ફીટ કરી શકાય છે. આ રોકેટ ૧૦૦ કિલોગ્રામ સુધીના શસ્ત્રો ઉપાડવામાં સક્ષમ હતું.પિનાકા રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીની ક્ષમતાને વધારતા ડીઆરડીઓએ શનિવારે તેના નવા સંસ્કરણ પિનાકા-ઇઆર (એક્સ્ટેન્ડેડ રેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પોખરણ રેન્જમાં આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ થયું હતું. ડ્ઢઇર્ડ્ઢંએ તેને આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને પુણેની હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને તૈયાર કર્યું છે. આ ટેક્નોલોજીને ભારતીય ઉદ્યોગ ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. માહિતી અનુસાર ઈઇ પિનાકા છેલ્લા એક દાયકાથી સેનામાં સેવા આપી રહેલા પિનાકાનું સુધારેલું સંસ્કરણ છે. આ સિસ્ટમને નવી ટેક્નોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ઓગસ્ટ ૨૦૨૦ માં, સંરક્ષણ મંત્રાલયે સેના માટે પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરના ઉત્પાદન માટે ૨,૫૮૦ કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ માટે લાર્સન એન્ડ ટ્રૂબો અને ટાટા એરોસ્પેસ એન્ડ ડિફેન્સને કોન્ટ્રાક્ટ મળ્યો છે. સરકારી કંપની મ્ઈસ્ન્ને રોકેટ લોન્ચર માટે ટ્રક સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ડ્ઢઇર્ડ્ઢં એ સંપૂર્ણ સ્વદેશી પિનાકાની ટેક્નોલોજી દેશના ખાનગી ક્ષેત્રને સફળતાપૂર્વક ટ્રાન્સફર કરી છે. ન્શ્‌ને પિનાક સાથે જાેડાયેલ ૬ નવી રેજિમેન્ટમાંથી ૪ માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે, જ્યારે ટાટા એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બાકીની ૨ કરશે.

DRDO-successfully-tests-upgraded-version-of-Pinaka-rocket-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *