Delhi

મહિલાઓ વધારે સંખ્યામા જ્જ બની દેશનું ભવિષ્ય બદલો ઃ એન.વી. રમણા

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કોલેજિયમમાં મારા સાથી ભાઈ-બહેન જજાેને પરિસ્થિતિ બદલવા માટે કહીશ. હાઈકોર્ટ કોલેજિયમના ન્યાયાધીશો નિમણૂક માટે નામોની ભલામણ કરતી વખતે મહિલાઓની ભાગીદારી વધારવાની આ હકીકતને પણ ધ્યાનમાં રાખો. રમણાએ કહ્યું કે ગયા અઠવાડિયે હું દિલ્હીમાં જ નેશનલ લો યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ગયો હતો. તે જાેઈને સારું લાગ્યું કે પચાસ ટકાથી વધુ સંખ્યા મહિલાઓની હતી. તેમાંથી માત્ર એકે કહ્યું કે તે કાયદાની પ્રેક્ટિસ કરવા માંગે છે, જ્યારે મોટાભાગની યુવતીઓએ કહ્યું કે તે કાયદાકીય સંસ્થાઓમાં જાેડાવા માંગે છે. આપણે આ દૃશ્ય અને વિચાર પણ બદલવો પડશે. અમારો પ્રયાસ હોવો જાેઈએ કે વધુને વધુ મહિલા વકીલો આવે. દેશના ભવિષ્ય માટે આ ખૂબ જ સારો સંકેત હશે.ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા જસ્ટિસ હિમા કોહલીના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં આટલી મોટી વાત કરી હતી. વધુમાં વધુ મહિલાઓએ વકીલાતના વ્યવસાયમાં આવવું જાેઈએ. ન્યાયાધીશ બનો અને દેશનું ભવિષ્ય બદલો. આ વિશે મહિલા વકીલો સાથે ન્યાયતંત્રે પણ આ જ માર્ગે ચાલીને વિચારસરણીમાં પરિવર્તન બતાવવું પડશે. જસ્ટિસ હિમા કોહલીના સન્માન સમારોહમાં ઝ્રત્નૈં એનવી રમણાએ કહ્યું કે ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધી છે, જાે કે સમગ્ર માળખુ બદલાતા હજુ સમય લાગશે. કારણ કે નીચલી કોર્ટમાં માત્ર ૩૦ ટકા મહિલા ન્યાયાધીશો છે, જ્યારે ઉચ્ચ અદાલતોમાં મહિલા ન્યાયાધીશોનો હિસ્સો માત્ર ૧૦-૧૧ ટકા છે. સર્વોચ્ચ કોર્ટમાં તો આંગળીના વેઢે ગણાય તેટલી સંખ્યા છે.

CJI-Ramana-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *