ન્યુદિલ્હી
કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ મુંબઈ હુમલાની તુલના અમેરિકાના ટિ્વન ટાવર પર થયેલા હુમલા સાથે કરીને કહ્યુ હતુ કે, ભારત સરકારે અમેરિકાની જેમ વળતી કાર્યવાહી કરવાની જરુર હતી.તિવારીના આ પુસ્તકનુ નામ ૧૦ ફ્લેશ પોઈન્ટ… ૨૦ યર્સ ….છે. આ પહેલા પણ તિવારીએ કોંગ્રેસમાં કનૈયા કુમારની એન્ટ્રી પર અને પંજાબમાં અસ્થિરતા પર સવાલો ઉઠાવ્યા હતા.બીજી તરફ ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યુ છે કે, મનીષ તિવારીએ યુપીએ સરકારની કમજાેરીની યોગ્ય રીતે જ ટીકા કરી છે.કારણકે પૂર્વ એર ચીફ માર્શલ ફરી નરીમન પણ કહી ચુકયા છે કે, મુંબઈ હુમલા બાદ વાયુસેના કાર્યવાહી કરવા માંગતી હતી પણ યુપીએ સરકારે રોક લગાવી દીધી હતી.સલમાન ખુરશીદના પુસ્તક બાદ વધુ એક કોંગી નેતાના પુસ્તકના કારણે ઘમાસાણ મચવાના એંધાણ છે. કોંગ્રેસના સિનિયર નેતા મનીષ તિવારીએ ૨૦૦૮માં મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે કાર્યવાહી નહીં કરવા બદલ તે સમયની મનમોહન સરકાર પર નિશાન સાધ્યુ છે. તિવારીએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે, પાકિસ્તાન સામે કાર્યવાહી નહીં કરીને સરકારે પોતાની નબળાઈ પ્રદર્શીત કરી હતી.પાકિસ્તાન સામે તે સમયે આકરી કાર્યવાહી કરવાની જરુર હતી.કારણકે એક્શન એ શબ્દો કરતા વધારે અસરકારક હોય છે.