ન્યુદિલ્હી
ટેસ્લાના માલિક ઈલોન મસ્કે તે પહેલાં ભારત સરકારને આયાતકર ઓછો વસૂલવા રજૂઆત કરી હતી. તે અંગે ગડકરીએ કહ્યું હતું કે સરકાર કંપની સાથે એ બાબતે ચર્ચા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષે ૩૦ લાખ જેટલાં વાહનોનું વેચાણ થાય છે. વાહનોના માર્કેટની રીતે ભારત વિશ્વનો પાંચમો દેશ છે. તેના કારણે વિદેશી કાર ઉત્પાદક કંપનીઓ ભારતના માર્કેટમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે.ઈલોન મસ્કની મેડ ઈન ચાઈના ઈલેક્ટ્રિક કાર સામે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ લાલ આંખ કરી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે ટેસ્લા કંપનીની ચીનમાં બનેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં વેચવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જાે ટેસ્લાએ ભારતમાં કાર વેચવી હોય તો નિર્માણ પણ ભારતમાં કરવું પડશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટેસ્લાની ઈલેક્ટ્રિક કારના સંદર્ભમાં ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું હતું. એક કાર્યક્રમમાં નિતિન ગડકરીએ કહ્યું હતુંઃ મેં ટેસ્લાને કહ્યું છે કે ચીનમાં બનેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં વેચતા નહીં. તમારે ભારતના વિશાળ માર્કેટને ધ્યાનમાં રાખીને ભારતમાં જ કારનું ઉત્પાદન કરવું જાેઈએ. જાે કંપની એવું કરશે તો કંપનીને જે મદદની જરૃર પડશે તે ભારત સરકાર કરશે. તે ઉપરાંત માર્ગ અને પરિવહન મંત્રીએ સ્વદેશી ઈલેક્ટ્રિક કાર અંગે પણ તેમનો ઓપિનિયન આપ્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કાર પણ ગુણવત્તાસભર છે. એ કોઈ પણ રીતે ટેસ્લાની કાર કરતા ઉતરતી જણાતી નથી.
