Delhi

મેથ્યુ વેડે ૩ બોલમાં પાકિસ્તાની ફેન્સને રોવડાવી દીધા

ન્યુ દિલ્હી,
મેથ્યુ વેડે આ ચોંકાવનારી ઈનિંગ ગઈ કાલની મેચમાં રમી હતી જ્યારે તેની ટીમ મુશ્કેલીમાં હતી અને હારવાથી ઓસ્ટ્રેલિયા માટે ૧૪ વર્ષનો દુષ્કાળ જળવાઈ રહ્યો હોત કારણ કે ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટી-૨૦ વર્લ્‌ડ કપ જીતી શકી નથી. ઓસ્ટ્રેલિયન ફેન્સ તેને કલંક સમજે છે. એક સામાન્ય અને ભાગ્યે જ સારા રમતા બેટ્‌સમેને સેમી ફાઈનલમાં વિજય અપાવીને ઓસ્ટ્રેલિયાને તક અપાવી છે કે તે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાને નામ કરેઓસ્ટ્રેલિયા- પાકિસ્તાનની મેચ હોય અને ઓસ્ટ્રેલિયાના કોઈ બેટરે મેચ જિતાડી હોય તો સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ ડેવિડ વોર્નર, ફિન્ચ, સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેચેલ માર્શ અથવા તો સ્ટોયનિસ વિશે વિચારે પરંતુ ગઈ કાલે જે મેચ રમાઈ તેમાં ૧૯મી ઓવરના સતત ૩ બોલમાં ૩ છગ્ગા મારીને ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં પહોંચાડનારા બેટરનું નામ છે મેથ્યુ વેડ. વેડે પાકિસ્તાની ફેન્સને રોવડાવી દીધા. છેલ્લે સુધી મેચમાં પાકિસ્તાન આગળ હતું પરંતુ મેથ્યુ વેડની તોફાની ઈનિંગ્સથી સખત ફોર્મમાં રહેલી પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો અને વર્લ્‌ડ ચેમ્પિયનની ફેવરિટ ગણાતી પાકિસ્તાની ટીમ ફાઈનલમાં ન પહોંચી શકી. વિકેટકિપર બેટ્‌સમેને ૨૦૧૧માં ટી-૨૦માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ ૧૦ વર્ષમાં માત્ર ૫૩ મેચ રમી હતી. તેણે માત્ર ૩ વખત અર્ધસદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૩ હતો. આ તેની ૫૪મી ટી-૨૦ ઈન્ટરનેશનલ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને હારનું જાેખમ હતું ત્યારે તે મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે માત્ર ૧૭ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ ૨૪૩ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *