Delhi

મોદી-બાયડન V/S શી-જીન-પીંગ, કીમ જાેંગ કોઈ મોટા યુદ્ધના એંધાણ

નવી દિલ્હી
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની નજીક જ તેના જળ વિસ્તારને લગભગ સ્પર્શે તેટલે જ દૂર પ્રક્ષેપાસ્ત્રની ચકાસણી કરતાં સમુદ્રમાં જાગેલાં વમળોએ અચાનક જ વિશ્વ રાજકારણમાં વમળો સર્જી દીધાં છે. આપણે આશા રાખીએ કે, આ વમળો ત્યાં જ શમી જાય. નહીં તો છેવટે, પરિસ્થિતિ જાે ‘હાથ બહાર’ જશે તો ફરી એક વખત ‘વ્યાપક યુદ્ધમાં’ વિશ્વ સપડાઈ જશે તેવી ભીતિ પણ અસ્થાન નથી. ખેદ તે છે કે, જાગતિક સ્થિતિ એટલી ઝડપથી પલટાઈ રહી છે કે, ક્યાંથી ક્યાં અને ક્યારે શું થશે તે ભલભલા રાજ્ય શાસ્ત્રીઓ કે સંરક્ષણ નિષ્ણાતો પણ કહી શકે તેમ નથી.ઉત્તર કોરિયાએ ૨૭/૯ના દિને અમેરિકા ઉપર યુદ્ધની ભાષામાં વાત કરવાનો આક્ષેપ મુક્યો છે. સાથે તેણે અમેરિકાને કહી દીધું છે કે ”દ.કોરિયા સાથેની લશ્કરી-કવાયતો બંધ કરો.” આમ, ઉ.કોરિયાના સર્વેસર્વા કીમ-જાેંગ-ઊને, અમેરિકાને સીધી જ ધમકી પણ આપી દીધી છે. આ સાથે વિશ્વ-ચોકમાં ચોપાટ-મંડાતી જાય છે. એક પાટીમાં બાયડન-મોદી છે. બીજી પાટીમાં શી-જીન-પીંગ અને કીમ-જાેંગ-ઊન છે. ચીન ગમે તેટલો ‘નકાર’ ભણે કે, અમે ઊ.કોરિયા પર લગામ રાખી શકીએ તેમ નથી પરંતુ ઉ.કોરિયા ચીનનું ‘એક્સટેન્શન’ જ છે, તે જગત જાણે જ છે. ચીન તેના દ્વારા પોતાના શબ્દો બોલે છે. ઊનને ખાતરી છે કે, તેનાં ૧૨,૫૦૦ માઈલ સુધીનાં અણુ-ટોચકાંવાળાં મિસાઈલ્સની ‘રેન્જ’માં ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વોશિંગ્ટન અને માયામી પણ આવી જાય છે, તેથી યુએસ ડરી જશે. તો ચીન ભારતને લડાખથી, અરૂણાચલ પ્રદેશ સુધીના હિમાલયન પટ્ટામાં ભીડવવા માગે છે. પરંતુ તે બંનેને લોકશાહીની આંતરિક-શક્તિનો ક્યાસ જ નથી. કારણ કે તેમને સાચી લોકશાહી શું છે તેની તેમને ખબર હોવાનો સંભવ નથી. ‘ક્વોડ’ની રચના અને મોદીની અમેરિકાની મુલાકાતના સમયથી જ ‘શી’એ લડાખમાં ન્છઝ્ર ઉપર સળવળાટ શરૂ કરી દીધો. તેથી તો મોદી યુનોમાં તેમને પ્રવચન પછી પત્રકારોને સંબોધન કરવાની પરંપરાને અનુસરવાનું છોડી સીધા ભારત રવાના થયા. પણ પૂર્વમાં ઉ.કોરિયાએ દ. કોરિયાના પૂર્વ-સાગરમાં પ્રક્ષેપાસ્ત્રો છોડી વિશ્વ-રાજકારણમાં વમળો શરૂ કરી દીધાં. આ સાથે, પરિસ્થિતિ એટલી ઝડપથી પલટાઈ રહી છે કે આ તબક્કે તો તાલિબાન, પાકિસ્તાન કે કાશ્મીરમાં પણ પાશ્ચાદ્‌ ભૂમિકામાં સરી રહ્યાં છે. યુદ્ધો તેમાંએ વ્યાપક-યુદ્ધો કૈ રાતોરાત શરૂ થતાં નથી. તે માટેની પૂર્વ ભૂમિકા તો વર્ષોથી બંધાતી હોય છે. દ્વિતીય વિશ્વયુદ્ધનાં જન્મદાતા તેવાં પ્રથમ યુદ્ધની પૂર્વ ભૂમિકા તો ૧૯૦૨થી બંધાતી ગઈ હતી. તેનું મુખ્ય કારણ તો જર્મનીના વિલ્હેમ-કૈઝર-બીજાની બ્રિટન પ્રત્યેની ઇર્ષ્યા અને પોતાની જયેષણા હતાં. તેઓ જગતને તેવું ઠસાવવા માગતા હતા કે બ્રિટન કૈં વિશ્વની એકમાત્ર સર્વ-સમર્થ-સત્તા નથી. તેઓ બ્રિટન સામે લડી તેને નમાવવા જ માગતા હતા. તેથી નજીવાં બહાનાં નીચે તેમણે યુદ્ધ છેડી દીધું. બહાનુ હતું પોતાના મિત્ર તેવા, ઓસ્ટ્રો-હંગેરિયન-એમ્પાયરના આર્કક્યુક અને તેમના પત્નીની હત્યાનું. સાથે વિશ્વ સમસ્ત યુદ્ધની જ્વાળાઓમાં હોમાઈ ગયું. અન્ય દેશ પ્રત્યેની ઇર્ષ્યા યુદ્ધ માટેનું મહત્ત્વનું કારણ છે. સાથે યુદ્ધખોર દેશની માનસિકતા પણ ભાગ ભજવે છે. ચીન-ઉ.કોરિયા બંને માટે કહી શકાય કે બંને દેશોની માનસિકતા જ યુદ્ધખોર છે. તો બીજી તરફ ચીનને અમેરિકાની શક્તિ અને સંપત્તિની ઈર્ષ્યા છે. ઉત્તર કોરિયાને, દક્ષિણ કોરિયાની સંપત્તિ અને અમેરિકાની સહાયથી તેણે મેળવેલી શક્તિની પણ ઈર્ષ્યા છે. તે કારણ તો છે જ, પરંતુ તેથી પણ મહત્ત્વનું કારણ પોતાના જ દેશની જનતાનો તેમની સામે જાગી રહેલો જુવાળ છે. ભલે, ચીન કે ઉત્તર કોરિયામાં બહારથી જળ-સમથળ લાગતા હોય પરંતુ ભીતર તો વમળો જાગી જ રહ્યાં છે. તેથી જનતાનું ધ્યાન બીજે દોરવા તેઓ ‘પોઝિટિવ-પોલિસી’ (આક્રમક-નીતિ)નો ઉપયોગ કરે છે તે માટે અન્ય દેશ ઉપર ઉભા કરેલા આક્ષેપો મુકે છે. કીમ-જાેંગ ઉન કહે છે કે ”દક્ષિણ-કોરિયા, અમેરિકાની સહાયથી અમને દબાવવા માગે છે પરંતુ અમે ડરતા નથી. ઊનને અંદરખાને રહેલી તે ભીતી પણ સતાવતી હશે કે દક્ષિણ કોરિયાની સમૃદ્ધિ અને તેના નાગરિકોની ખુશહાલી જાેઈ તેના દાબ નીચે રહેલી પ્રજા પણ ગમે ત્યારે બળવો પોકારે અને તેને સત્તા ઉપરથી ફેંકી પણ દે. મુસોલીની અને હીટલરના શા હાલ થયા હતા, તેની તેને બરોબર ખબર છે. ચીનની આર્થિક સ્થિતિ સારી છે તેમ લાગે છે. પરંતુ તેનો ય્ઘઁગ્રોથ વાસ્તવમાં ૫ ટકા જેટલો જ રહ્યો છે. તેણે જાેર કરી ફુલાવેલા ફુગ્ગામાંથી ધીમે ધીમે હવા નીકળતી જાય છે. કૃત્રિમ રીતે યુઆન નીચો રાખી વિશ્વબજારો સર કરવા જતાં અને દુનિયાભર અનેક દેશોને યુઆનને ડોલર ફેરવીને ડોલરની છુટ્ટેહાથે લ્હાણી કરવા જતાં તેની પોતાની આર્થિક હાલત-બેહાલ થતી જાય છે.

Modi-Baiden-Kim-Jong-UN-Xi-Jig-Ping.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *