Delhi

મોદી સરકાર ખાનગીકરણ તરફ આગળ વધ્યા

નવી દિલ્હી
સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા ૧.૭૫ લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં સરકારને એક્ષિસ બેંક, એનએમડીસી, હુડકો વગેરેમાં ભાગીદારીના વેચાણથી માત્ર ૮,૩૬૯ કરોડ રૂપિયા અને તાજેતરમાં એર ઈન્ડિયાના વેચાણથી આશરે ૧૮ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. એ જ રીતે અત્યાર સુધીમાં આશરે ૨૬,૩૬૯ હજાર કરોડ રૂપિયા જ ભેગા કરી શકાયા છે. એર ઈન્ડિયાના વેચાણની સાથે જ છેલ્લા ૧૭ વર્ષોમાં પહેલી વખત કોઈ સરકારી કંપનીનું સફળ ખાનગીકરણ થયું છે. આના પહેલા ૨૦૦૩-૦૪ના વર્ષમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ખાનગીકરણમાં સફળ થઈ હતી. આ સાથે જ હવે એ વાતની સંભાવના વધી ગઈ છે કે, સરકાર હવે પોતાના ખાનગીકરણ અને વિનિવેશ લક્ષ્ય પર ઝડપથી આગળ વધશે. ૨૦૨૧-૨૦૨૨ના નાણાકીય વર્ષ એટલે કે, માર્ચ ૨૦૨૨ સુધીમાં મોદી સરકારની યોજના અડધો ડઝનથી વધારે કંપનીઓનું ખાનગીકરણ કે વિનિવેશ કરવાની છે. મોદી સરકારે શરૂઆતથી જ સુધાર ઉન્મુખ અને ખાનગીકરણની પક્ષધર સરકારની છબિ બનાવી છે. સરકારના નીતિ નિયંતાઓનું માનવું છે કે, અનેક સેક્ટર એવા છે જેમાં સરકારી કંપનીની જરૂર નથી. સરકારે બિઝનેસમાં ન હોવું જાેઈએ. આ જ રીતે સતત ખોટમાં ચાલી રહેલી કંપનીઓનું ખાનગીકરણ કે વિનિવેશ કરી દેવામાં આવે તે જ યોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *