Delhi

યુએસ શેલ ગેસના કારોબારમાંથી રિલાયન્સ નીકળી ગય

નવી દિલ્હી
કોરોનાના લીધે અમેરિકામાં ક્રૂડ ઓઇલની માંગ ઘટતા તેની વિપરીત અસર ભારતીય કંપનીઓ દ્વારા શેલ કંપનીઓમાં કરાયેલા રોકાણ પર પડી હતી.મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ અમેરિકામાં શેલ અને ગેસના કારોબારમાંથી સંપૂર્ણપણે નીકળી જવાની છે. કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇગલફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગએ એનસાઇન ઓપરેટિંગ-૩ ડેલવેર લિમિટેડ લાયેબિલિટી સાથે અમેરિકામાં ઇગલફોર્ડની કેટલીક અપસ્ટ્રીમ એસેટ્‌સ વેચવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ સોદાની સાથે રિલાયન્સ તેની બધી શેલ ગેસ એસેટ્‌સમાંથી અને ઉત્તર અમેરિકામાં શેલ ગેસના બધા કારોબારમાંથી નીકળી જશે. રિલાયન્સે જણાવ્યું હતું કે આ માટેનો વેચાણ કરાર પાંચમી નવે.ના રોજ થઈ ગયો છે. આ એસેટનું વેચાણૂલ્ય અપેક્ષા કરતાં વધુ મળી શકે છે. આ સોદો કયા ભાવે થયો છે તે જણાવવાનો રિલાયન્સના અધિકારીઓએ સદંતર ઇન્કાર કર્યો છે. આમ હવે અમેરિકામાં કંપની પાસે કોઈપણ પ્રકારની શેલ એસેટ નહી હોય. આના જ ભાગરૃપે ઇગલફોર્ડે માર્ચ ૨૦૧૮માં સ્યુેન્ડેન્સ એનર્જીને દસ કરોડ ડોલરમાં વેચાણ કર્યુ હતું. આ વર્ષે અગાઉ રિલાયન્સે દક્ષિણપશ્ચિમ પેન્સિલ્વેનિયામાં માર્સેલસ શેલ પ્લેમાં કેટલીક અપસ્ટ્રીમ એસેટ્‌સનું વેચાણ કર્યુ હતું. આ એસેટ નોર્ધર્ન ઓઇલ એન્ડ ગેસને વેચાઈ હતી, આ સોદો ૨૫ કરોડ ડોલરમાં રોકડેથી થયો હોવાનું કહેવાય છે. જ્યારે તેના વોરંટ દ્વારા એનઓજીના ૩૨.૫ લાખ શેરો ખરીદવાનો અધિકાર વોરંટ દ્વારા મેળવ્યો હતો. તેનો ભાવ આગામી સાત વર્ષ સુધી પ્રતિ શેર ૧૪ ડોલર રહેશે. આ સોદો ત્રીજી ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ થયો હતો. કંપનીની રજૂઆત મુજબ યુએસ શેલ બિઝનેસમાં રિલાયન્સનો હિસ્સો ૧૧.૧ અબજ ક્યુબિક ફીટ હતો. ગયા વર્ષે આ ઉત્પાદન ૧૦.૨ અબજ ક્યુબિક ફૂટ હતું. સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે તેને પ્રતિ મિલિયન ક્યુબિક ફૂટે ૬.૨૦ ડોલર મળતા હતા, જે ભાવ ગયા વર્ષે ૫.૩૯ ડોલર હતો.

Reliance-Industries-Limited.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *