Delhi

યુક્રેન અને રશિયાના તનાવ વચ્ચે સરહદે યુરોપે જંગી સૈન્ય તૈનાત કર્યું

નવી દિલ્હી
યુરોપ માટે ચિંતાની વાત એ છે કે, રશિયા અને યુક્રેનની સાથે સાથે બેલારુસ અને પોલેન્ડ વચ્ચે પણ ખટરાગ ચાલી રહ્યો છે.આવામાં પુતિનની ચેતવણી પણ મહત્વની બની જાય છે.ર્ ઉલ્લેખનીય છે કે, અમેરિકાનો છઠ્ઠો નૌકા કાફલો પણ નાટોના યુધ્ધાભ્યાસમાં સામેલ થયો છે.જેમાં પરમાણુ શક્તિથી ચાલતા વિમાન વાહક જહાજાે અને સબમરિનોનો પણ સમાવેશ થાય છે.રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તનાવના કારણે યુરોપ ફરી વખત યુધ્ધના આરે આવીને ઉભુ રહ્યુ છે. રશિયાએ યુક્રેન સાથેની બોર્ડર પર મોટા પાયે ટેન્કો, તોપો, બખ્તરિયા વાહનો તેમજ સૈનિકોનો ખડકલો કરી દીધો છે.રશિયાની આ પ્રકારની કાર્યવાહીથી એવો ભય ઉભો થયો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ગમે ત્યારે યુક્રેન પર હુમલાનો આદેશ આપી શકે છે. આ પહેલા અમેરિકા યુરોપમાં પોતાના સાથી દેશોને ચેતવણી આપી ચુકયુ છે કે, રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયા દ્વારા સરહદ પર થઈ રહેલા સૈન્ય ખડકલાના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.રશિયાએ યુક્રેનની બોર્ડરથી માત્ર ૩૨૦ કિમી દુર આવેલા વોરોનેજ શહેર પાસે પોતાના સૈનિકોનો જમાવડો કરવા માંડ્યો છે.આ શહેરમાં મોટા પાયે શસ્ત્ર સરંજામ પણ દેખાઈ રહ્યો છે.જેમાં ટી-૮૦ ટેન્કો પણ સામેલ છે. અન્ય એક વિડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, ટ્રેન થકી મોટા હથિયારો પહોંચાડવામાં આવી રહ્યા છે.બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ પુતિને બ્લેક સીમાં નાટો દેશોના યુધ્ધાભ્યાસ પર વાંધો ઉઠાવીને કહ્યુ છે કે, આ યુધ્ધાભ્યાસ રશિયાને પડકાર ફેંકવા માટે છે.વધારે ખતરનાક વાત એ છે કે, નાટો દેશો પોતાની એરફોર્સનો યુધ્ધાભ્યાસ માટે વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી રહ્યા છે.

Russia-And-Ukraine-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *