નવી દિલ્હી
મોદીએ કોરોના મહામારી સમયે લોકોને થાળી વગાડવા અને તાળીઓ પાડવાનું કહેતા આ ધારાસભ્યએ તેમની ટીકા કરી હતી. રાકેશ રાઠોડ નામના આ ધારાસભ્યને બાદમા ભાજપ તરફથી ફટકાર પડી હતી અને સ્પષ્ટતા માગવામાં આવી હતી. જ્યારે બસપાના જે ધારાસભ્ય હાલમાં સમાજવાદી પાર્ટીમાં જાેડાયા છે તેઓને હાલમાં જ બસપાના વડા માયાવતી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બસપાના છ અને એક ભાજપના ધારાસભ્ય અખિલેશ યાદવના પક્ષ સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. અખિલેશ યાદવે આ દરમિયાન સત્તાધારી ભાજપ પક્ષ પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ભાજપના સુપડા સાફ થઇ જશે, ભાજપા પરિવાર ભાગતો પરિવાર થઇ જશે. આ દરમિયાન અખિલેશ યાદવે એવો પણ ટોણો માર્યો હતો કે કેટલાક અન્ય ધારાસભ્યો પણ મારા સંપર્કમાં છે. જે ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જાેડાયા છે તેમાં સિતાપુરના ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠોડ, બસપાના બળવાખોર અસલમ રૈની, સુષ્મા પટેલ, અસલમ અલી, હકીમ લાલ, મુજતબા સિદ્દિકી અને હરગોવિંદ ભાર્ગવનો સમાવેશ થાય છે. ટિ્વટર પર ટોણો મારતા અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપ ૪૦૩ બેઠકો પર પણ પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરે તો પણ તેને એટલા ઉમેદવાર નહીં મળે. કેમ કે ભાજપ વિધાનસભાની ચૂંટણી હારવા લાગી છે. આ પહેલા ભાજપના ધારાસભ્યની એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જાેવા મળ્યા હતા.