નવી દિલ્હી
પૂર્વાંચલમાં ભાજપને ૪૭ થી ૫૦ બેઠકો તેમજ સપાને ૩૧ થી ૩૫ બેઠકો મળે તેવી શક્યતા છે.પશ્ચિમ યુપીમાં ભાજપને ૪૦ થી ૪૨ તેમજ એસપીને ૨૧ થઈ ૨૪ બેઠકો મળશે.જ્યારે બસપા ૨ થી ૩ બેઠકો પર જીત મેળવી શકે છે. અવધ વિસ્તારમાં ભાજપને નુકસાન છે.અહીંયા સર્વેના તારણ પ્રમાણે ૧૦૧ બેઠકો પૈકી ભાજપને ૬૯ થી ૭૨ તેમજ સપાને ૨૩ થઈ ૨૬ અને બસપાને ૭ થી ૧૦ બેઠકો મળી શકે છે.ગત ચૂંટણીમાં અહીંયા ભાજપને ૮૪ બેઠકો મળી હતી.આ વખતે આ વિસ્તારમાં સરકાર વિરોધી લહેર દેખાઈ રહી છે.જેનો ફાયદો સપાને મળશે તેમ લાગી રહ્યુ છે.યુપી વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક સર્વેના પરિણામો સામે આવ્યા છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, રાજ્યમાં યોગી સરકાર ફરી સત્તા પર આવશે. ટાઈમ્સ નાઉ અને પોલસ્ટ્રેટ ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપને ૨૩૯ થી ૨૪૫ બેઠકો મળશે.જ્યારે ૪૦૩ સભ્યોની વિધાનસભામાં સમાજવાદી પાર્ટીને ૧૧૯ થી ૧૨૫ બેઠકો મળશે.૨૦૧૭ના મુકાબલે સમાજવાદી પાર્ટીને ફાયદો થશે.જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીને ૨૮ થી ૩૨ બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી છે. કોંગ્રેસનુ પ્રદર્શન યુપીમાં ખાસ રહે તેમ લાગતુ નથી.યુપીના બુંદેલખંડમાં ભાજપને ૧૯માંથી ૧૫ થી ૧૭ બેઠકો અને સમાજવાદી પાર્ટીને ૦-૧ બેઠકો મળે તેમજ બસપાને ૨ થી ૫ સીટો મળે તેવુ અનુમાન છે. દોઆબ વિસ્તારની ૭૧માંથી ૩૭ થી ૪૦ બેઠકો ભાજપ, ૨૬ થી ૨૮ બેઠકો સપા જ્યારે બસપાને ૪ થી ૬ બેઠકો મળે અને કોંગ્રેસને ૦ થી ૨ બેઠકો મળે તેવુ અનુમાન છે.
