Delhi

રાજ્યસભામાં ઉપ-સભાપતિ હરિવંશ પર કાગળ ફેંક્તા ૧૨ સાંસદોને અનુશાસનહીનતાનો આરોપ

ન્યુદિલ્હી
સોમવારે જ્યારે સંસદ સત્ર ફરી શરૂ થયું તો સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ પોતાનો ર્નિણય સંભળાવ્યો હતો. રાજ્યસભામાં આ વિપક્ષી સાંસદોનો ખૂબ જ આપત્તિજનક વ્યવહારનો ઉલ્લેખ કરતી વખતે સભાપતિ ભાવુક થઈ ગયા હતા. આ કારણે એવી અપેક્ષા હતી જ કે આ મામલે સભાપતિ કોઈ આકરો અને મહત્વનો ર્નિણય લેશે. જે સાંસદો પર આકરી કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કોંગ્રેસના ૬ સાંસદોનો સમાવેશ થાય છે. તેમના નામ ફુલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન અને અખિલેશ પ્રતાપ સિંહ છે. તે સિવાય સીપીએમના એલમરમ કરીમ, સીપીઆઈના વિનય વિશ્વમ, ટીએમસીના શાંતા છેત્રી અને ડોલા સેન જ્યારે શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈને પણ સમગ્ર સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સદનના ચોમાસું સત્ર દરમિયાન અનુશાસનહીનતા ફેલાવવાના આરોપસર રાજ્યસભાના ૧૨ સાંસદોને શીતકાલીન સત્રના શેષ ભાગ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, સદનની કાર્યવાહી પણ ૩૦ નવેમ્બર એટલે કે, મંગળવાર સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદના શીતકાલીન સત્રના પહેલા દિવસે જ વિપક્ષના ૧૨ સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ૧૨ સાંસદો સમગ્ર સત્ર દરમિયાન સદનમાં નહીં આવી શકે. આ સાંસદોએ પાછલા સત્રમાં ખેડૂત આંદોલન સહિતના અન્ય કેટલાય મુદ્દાઓને લઈ સંસદના ઉચ્ચ સદનમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન તેમણે ઉપ-સભાપતિ હરિવંશ પર કાગળ ફેંક્યો હતો અને સદનના કર્મચારીઓની સામે રાખવામાં આવેલા ટેબલ પર ચઢી ગયા હતા. આ સાંસદો પર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી જેના પર રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ ર્નિણય લેવાનો હતો.

Rajya-Sabha.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *