Delhi

રાહુલે ઈન્દિરા ગાંધીને નારી શક્તિના પ્રતિક ગણાવ્યા

નવી દિલ્હી
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ‘આયરન લેડી’ તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધીની આજે ૩૭મી પુણ્યતિથિ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે શક્તિ સ્થળે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, મારા દાદી અંતિમ ઘડી સુધી નીડરતાપૂર્વક દેશસેવામાં લાગ્યા રહ્યા. તેમનું જીવન અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. નારી શક્તિના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ શ્રીમતી ઈન્દિરા ગાંધીજીના બલિદાન દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ૧૯૮૪ના વર્ષમાં આજના જ દિવસે શીખ અંગરક્ષકે ગોળી મારીને હત્યા કરી હતી. પુણેમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા ઉલ્હાસ પવારે ઈન્દિરા ગાંધીની યાદમાં એક પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના શહેર એકમ તરફથી બાલાસાહેબ ઠાકરે આર્ટ ગેલેરીમાં પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતા અભય છાજેડ આ કાર્યક્રમના આયોજક છે.

Rahul-gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *