નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સથી કહ્યું હતું કે ૭૮ દિવસના પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ નોન ગેઝેટેડ કર્મચારીઓ માટે છે. જેમાં રેલવેના કર્મચારીઓ પણ સામેલ છે. આરપીએફ અને આરપીએસએફના કર્મચારીઓ આ બોનસના હકદાર નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ ર્નિણયથી લાખો રેલવે કર્મચારીઓને ફાયદો થશે. રેલવે દર વર્ષે પોતાના નોન ગેજેટેડ કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ આપે છે. રેલવેની ૭૫ દિવસનું બોનસ આપવાની યોજના હતી જેનો કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. બાદમાં રેલવેએ તેમાં વધારો કરીને ૭૮ દિવસ કરી આપ્યા હતા. જાેકે રેલવે કર્મચારીઓએ માગણી કરી છે કે તેમને ૮૦ દિવસનું બોનસ આપવામાં આવે. ઇન્ડિયન રેલવેના ૧૧.૫૬ લાખ કર્મચારીઓને દશેરાની ભેટ આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આ કર્મચારીઓને ૭૮ દિવસના વેતન બરાબર બોનસ આપવાની જાહેરાત કરી છે. જાેકે કર્મચારીઓએ ૭૮ નહીં પણ ૮૦ દિવસનું બોનસ આપવાની માગણી કરી છે. હાલ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને લઘુતમ ૭ હજાર રૂપિયાનું મહિને વેતન આપવામાં આવે છે. જેથી ૭૮ દિવસના વેતન પેટે એક કર્મચારીને બોનસ તરીકે ૧૭,૯૫૧ રૂપિયા આપવામાં આવશે. જેનાથી ૧૧.૫૬ લાખ કર્મચારીઓને આ લાભ મળશે. બીજી તરફ સરકાર પર આશરે ૧૯૮૫ કરોડ રૂપિયાનો બોજ આવશે. રેલવે બોર્ડ ચેરમેન અને સીઓઓ સુનિત શર્માએ કહ્યું હતું કે આ બોનસ દશેરા પહેલા કર્મચારીઓને બોનસ પહોંચતુ કરી દેવામાં આવશે. અગાઉ પણ આ પ્રકારનું બોનસ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે જ્યારે મજૂરો માટે રેલવે દ્વારા ટ્રેનો દોડાવવામાં આવી ત્યારે આ કર્મચારીઓએ પણ પોતાની ફરજ નિભાવી હતી.
