પટણા
પિતાના લાડકવાયા તેજસ્વીને નિતીશકુમાર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતાં. જ્યારે તેજ પ્રતાપ યાદવને કેબિનેટમાં સૃથાન આપવામાં આવ્યું હતું. જામીન પર મુક્ત થયેલા લાલુ પ્રસાદ યાદવ હાલમાં રાજકારણથી દૂર દિલ્હીમાં પોતાના નિવાસસૃથાને રહી રહ્યાં છે. તેઓ અનેક બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુક્ષ તેજ પ્રતાપ યાદવે આરોપ મૂક્યો છે કે તેમના પિતા જેલમાંથી છૂટી ગયા હોવા છતાં તેમને દિલ્હીમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. તેમને બિહાર આવવા દેવાતા નથી. તેજ પ્રતાપ યાદવે વધુમાં જણાવ્યું હતું કે ચાર આૃથવા પાંચ લોકો એવા છે જેમણે મારા પિતા લાલુ પ્રસાદ યાદવને બૅંધક બનાવી રાખ્યા છે. જાે કે તેમણે આ ચાર કે પાંચ લોકોના નામ આપ્યા ન હતાં. આ દાવાને ફગાવી દેતા તેજ પ્રતાપ યાદવના ભાઇ તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને બંધક બનાવાયા હોવાનો દાવો સાચો નથી. કારણકે મારા પિતા એક એવા વ્યકિત છે જેમને બંધક બનાવવા મુશ્કેલ છે. તે બિહારના મુખ્યપ્રધાન અને દેશના રેલવે પ્રધાન રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બંને ભાઇઓએ ૨૦૧૫નીવિધાનસભા ચૂંટણી વખતે એક સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
