નવી દિલ્હી ,
મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આદિવાસી સંમેલન બોલાવવામાં આવ્યુ છે.જાેકે કોરોનાને ધ્યાનમાં રાખીને પીએમ મોદીનુ સ્વાગત કરનારા ૧૧૦ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.આ એવા લોકો છે જે પીએમ મોદી જ્યાં પહોંચવાના છે તે હેલિપેડથી લઈને કાર્યક્રમના મંચ સુધી તેમની સાથે રહેવાના છે.પીએમ મોદી આવતીકાલે ઘણા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને પણ મળવાના છે.જેથી આ તકેદારી લેવામાં આવી રહી છે.પીએમ મોદી સાથે મંચ પર તેમની કેબિનેટના આઠ સભ્યો હાજર રહેશે.૩-૩૦ વાગ્યે તેઓ આદિવાસી સંમેલનને સંબોધન કરશે.પીએમ મોદી ૧૫ નવેમ્બરે ભોપાલમાં આદિવાસી સમુદાયના પ્રતિક અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે એક રેલીને સંબોધિત કરવાના છે. જેમના નામ કોરોના ટેસ્ટના લિસ્ટમાં સામેલ છે તેમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ તેમજ રાજ્યપાલ મંગુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.પીએમ મોદીના આવતા પહેલા તેમની સિક્યુરિટી દ્વારા તમામના રિપોર્ટ ચેક કરવામાં આવશે.રિપોર્ટ નેગેટિવ હશે તેને જ પરવાનગી આપવામાં આવશે.
