નવી દિલ્હી
ગિફ્ટની સંખ્યા ૧૩૪૮ છે અને તેની નીલામી પીએમના જન્મદિવસથી શરૂ થઈ અને ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયા બાદ ૭ ઓક્ટોબરે અમે તેને ખતમ કરી રહ્યા છીએ. આજે તેનો છેલ્લો દિવસ છે. સૌથી વધારે ડિમાન્ડમાં ભગવાન રામ પરિવાર છે જેને છત્તીસગઢના રાજ્યપાલે પીએમ મોદીને ગિફ્ટ કર્યો હતો. આ સવાય મનીષ નારવાલની ટી શર્ટ છે જેની પર અત્યાર સુધીમાં ૫૫થી વધારે લોકોએ બોલી લગાવી છે. આ પહેલા પણ ૧૫૦૦ અને અન્ય વાર ૨૭૭૨ વસ્તુઓ હતીજીવનમાં જ્યારે કોઈ તમને ગિફ્ટ આપે છે ત્યારે તમારા જીવનમાં આનંદની લહેર છવાઈ જાય છે. ખાસ કરીને લોકો ગિફ્ટને સાચવીને રાખે છે પણ પીએમ મોદી તેમની ગિફ્ટ્સને તેમની પાસે રાખવાને બદલે તેની નિલામી કરી રહ્યા છે અને જે રૂપિયા આવશે તેનાથી જીવનદાયિની ગંગાનો વિકાસ કરશે. આપને જણાવી દઇએ કે ૧૭ સપ્ટેમબરના રોજ ચાલી રહેલ પ્રધાનમંત્રીની ગિફ્ટસની હરાજી ૭ ઓક્ટોબરના રોજ ખત્મ થઇ ગઇ છે. આ હરાજીમાં સૌથી મોંઘી હરાજી ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ જેવલિન થ્રોઅર નીરજ ચોપડાના ભાલાની લાગી છે. નીરજ ચોપડાના ભાલાની બોલી સૌથી વધુ ૧.૫ કરોડ રૂપિયા લાગી છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીની કુલ ૧૩૪૮ ગિફ્ટ માટે ૮૬૦૦ લોકોએ બોલી લગાવી. પેરાલિમ્પિક ખેલાડીઓના હસ્તાક્ષરવાળા અંગવસ્ત્રની કિંમત રૂ.૧ કરોડ બોલાઇ. લવલીના બોરગોહેનના બોક્સિંગ ગલ્વ્સની કિંમત ૯૧ લાખ રૂપિયા બોલાઇ. ગિફ્ટસની હરાજીમાં આવેલા નાણાંનો ઉપયોગ નમામિ ગંગે પ્રોજેક્ટને આધારે ગંગાની સફાઈને માટે કરાશે. આ ત્રીજાે અવસર છે જ્યારે પીએમ મોદીને મળેવી ભેટની બોલી લગાવવામાં આવી રહી છે. પીએમ મોદીની ગિફ્ટમાં અનેક એવી ચીજાે છે જેના માટે ૧૦૦થી વધારે લોકો બોલી લગાવી રહ્યા છે. એવામાં ઈ ઓક્શનની મદદથી સૌથી વધારે બોલી લગાવનારાને તે ગિફ્ટ આપવામાં આવશે. ઓક્શનમાં બોલી લગાવનારા વ્યક્તિઓમાં પીવી સિંધુ અને નીરજ ચોપરાનો સમાવેશ ખાય છે. પીએમની દરેક ગિફ્ટની કિંમતની એક કિંમત નક્કી કરાઈ છે. નીરજ ચોપરાના એ ભાલાની વાત કરીએ જેનાથી ઓલમ્પિક જીત્યા હતા તેની બેઝિક પ્રાઈઝ ૧ કરોડ રૂપિયા છે. આ રીતે પીવી સિંધુના રેકેટની બેસ પ્રાઈઝ ૮૦ લાખ રૂપિયા છે. સુમિત અંતિલનું જૈવલિન, પૈરાલિમ્પિક ખેલાડીના ઓટોગ્રાફ અંગવસ્ત્ર, પેરાલિમ્પિક ખેલાડી કૃષ્ણા નાગરના બેડમિન્ટનની કિંમત સૌથી વધારે છે.
