નવીદિલ્હી
શ્રીકાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટનની સાથે જ સમગ્ર મહિના દરમિયાન ઘણા કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. આ કાર્યક્રમોની યાદીમાં અયોધ્યાને પણ સામેલ કરવામાં આવ્યું છે. પીએમ મોદી ૧૩ તારીખે વારાણસીમાં શ્રીકાશી બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે તેની સાથે સાથે બીજા ઘણા વિકાસ કાર્યોની ભેટ આપશે. મોદી સરકારના કાર્યકાળમાં આ પહેલી વખત બનશે જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપા શાસિત બધા રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હાજર રહેશે.પ્રધાનમંત્રી મોદી ૧૩ ડિસેમ્બરના રોજ વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. આ પ્રસંગે ઘણી પ્રખ્યાત હસ્તીઓ સાથે ૧૮ રાજ્યોના મુખ્યમંત્રી પણ કાશિ વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે. પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર બાબા દરબારથી ગંગધાર સુધી ૫,૨૭,૭૩૦ વર્ગ ફૂટ વિસ્તારમાં ૩૪૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી ૧૩ ડિસેમ્બરે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. વારાણસીમાં પીએમના સ્વાગત માટે ૧૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. ત્યાં બાબાના દરબારમાં માથું નમાવ્યા બાદ આ તમામ મુખ્યમંત્રીઓ શ્રી રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પણ જશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બાબા વિશ્વનાથની નગરી કાશીમાં દર્શન કર્યા બાદ ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જશે. પીએમ મોદીના આ ભવ્ય કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂર જાેશમાં ચાલી રહી છે અને તમામ ઘાટા અને મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે. મોદી મંત્રોચ્ચાર વચ્ચે દેશની વિવિધ નદીઓમાંથી લાવવામાં આવેલા જળથી કાશીપુરાધિપતિનો અભિષેક કરશે અને ઉદ્ઘાટનમાં ૧૨ જ્યોતિર્લિંગ અને ૫૧ સિદ્ધપીઠોના પૂજારીઓ હાજરી આપશે. કાશીમાં ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ કરવામા આવી છે અને કાશીના અર્ધચંદ્રાકાર ઘાટો પર દીવાઓ શણગારવામાં આવશે. પીએમ મોદી ૧૩ ડિસેમ્બરની સાંજે બોટની સવારી પણ કરશે.
