Delhi

વર્લ્‌ડ એથ્લેટિક્સનો વિમેન ઓફ ધ યર એવોર્ડ ભારતની અંજુ બોબી જ્યોર્જને મળ્યો

ન્યુદિલ્હી
વર્ષ ૨૦૦૩માં વર્લ્‌ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અંજુ બોબી જ્યોર્જે મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં ભારતને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. વર્લ્‌ડ એથ્લેટિક્સે તેના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું કે, વર્લ્‌ડ એથ્લેટિક્સ એવોર્ડ્‌સમાં વિમેન ઓફ ધ યરનો એવોર્ડ જીતવા બદલ અંજુ બોબી જ્યોર્જને અભિનંદન. તેમણે ભારતમાં રમતને પ્રોત્સાહન આપવામાં તેમજ અન્ય મહિલાઓ અને છોકરીઓને તેમના પગલે ચાલીને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. વર્લ્‌ડ એથ્લેટિક્સે લખ્યું કે, નિવૃત્તિ બાદ પણ અંજુ સ્પોર્ટ્‌સની સાથે જાેડાયેલી રહી છે. તેણે છોકરીઓ માટે ટ્રેનિંગ એકેડમી શરૃ કરી અને તેમાંથી આજે વિશ્વને અંડર-૨૦ મેડાલીસ્ટ મળી છે. તેણે છોકરીઓમાં રમત થકી નેતૃત્વની ભાવનાનો વિકાસ કર્યો છે, સાથે સાથે જેન્ડર ઈક્વાલિટીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. અંજુએ આ એવોર્ડ સ્વીકારતાં વર્લ્‌ડ એથ્લેટિક્સનો આભાર માન્યો હતો.ભારતની લેજન્ડરી એથ્લીટ અંજુ બોબી જ્યોર્જને વર્લ્‌ડ એથ્લેટિક્સનો વિમેન ઓફ ધ યર એવોર્ડની વિજેતા જાહેર કરવામાં આવી છે. અંજુએ વર્ષ ૨૦૧૬માં જ યુવા મહિલા ખેલાડીઓ માટે શરૃ કરેલી ટ્રેનિંગ એકેડમીમાં તૈયાર થયેલી શૈલી સિંઘે તાજેેતરમાં જ વર્લ્‌ડ અંડર-૨૦ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને રમત થકી ભાવિ નેતૃત્વ માટે તૈયાર કરવાની સાથે જેન્ડર ઈક્વાલિટીનો પ્રયાસ કરવા બદલ અંજુના સાહસની સરાહના કરવામાં આવી હતી.

Indian-Anju-beby-Award.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *