ન્યુદિલ્હી
કંપનીના ૧૬ જૂનથી ૩૧ જુલાઈ દરમિયાન કંપનીએ વોટ્સએપ દ્વારા ભારતના ૩૦ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ સમયગાળામાં કંપનીને ૫૯૪ ફરિયાદો મળી હતી. કંપનીનું કહેવું છે કે, ભૂતકાળમાં જે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હતો તે પૈકી ૯૫ ટકા કિસ્સામાં બિનસત્તાવાર રીતે એકાઉન્ટનો ઉપયોગ બલ્ક મેસેજ માટે થતાં એકાઉન્ટ પ્રતિબંધિત થતા હતા. વોટ્સએપ પોતોના મંચ પરના એકાઉન્ટનો દુરુપયોગ રોકવા દર મહિને લગભગ સરેરાશ ૮૦ લાખ જેટલા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે. ૨૬મેથી અમલમાં આવેલા સરકારના નવા આઇટી નિયમોની જાેગવાઈ મુજબ ૫૦ લાખથી વધુ યૂઝર્સ ધરાવતા ડિજિટલ મંચે દર મહિને અમલીકરણ અહેવાલ જારી કરવાનો રહે છે. તેમાં મંચને મળેલી ફરિયાદ અને લીધેલા પગલાં અંગેની જાણકારી આપવાની હોય છે.ફેસબુકની માલિકી ધરાવતી કંપની વેટ્સએપે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તેણે ભારતના ૨૦,૭૦,૦૦૦ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ૪૨૦ જેટલી ફરિયાદ મળી હતી. મંગળવારે જારી થયેલા. કંપનીએ ઓગસ્ટ મહિનામાં ભારતના ૪૧ એકાઉન્ટ સામે ‘એક્શન’ લીધા હતા . કંપનીએ તે અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદ આધારે લેવાયેલા પગલાં એટલે કે, એકાઉન્ટ બંધ કરવા કે પછી ફરિયાદ આધારે જૂના પ્રતિબંધિત એકાઉન્ટ પુનઃ શરૃ કરવા એમ બંને પ્રક્રિયાને એક્શન કહેવામાં આવે છે.