Delhi

શું ફરીથી વિશ્વમાં ઓમિક્રોનને નિયંત્રણ કરવા લોકડાઉન લાગશે ?

,નવી દિલ્હી
દક્ષિણ આફ્રિકામાં નવા કોવિડ -૧૯ કેસ નવેમ્બરના મધ્યમાં દરરોજ લગભગ ૨૦૦ થી વધીને શુક્રવારે ૧૬,૦૦૦થી વધુ થઈ ગયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાં ૫૦ થી વધુ મ્યુટેશન છે અને વૈજ્ઞાનિકોએ તેને વાયરસની ઝડપમાં મોટી છલાંગ ગણાવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સમગ્ર દેશમાં ચેપના ઝડપથી વધી રહેલા દર વચ્ચે કડક લોકડાઉન લાદી શકાય? આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો કે આગામી સપ્તાહમાં આ અંગે બેઠક યોજવામાં આવશે. તેમણે કહ્યું કે શું પગલાં લેવાની જરૂર છે તે જાેવા માટે અમારે માત્ર એક અઠવાડિયાથી વધુ સમય માટે મોનિટર કરવાની જરૂર છે. આવતા અઠવાડિયે એક મીટિંગ થશે અને અમે એ પણ જાેઈશું કે આપણે જે સ્તરે વિચારી રહ્યા છીએ તેના પર પ્રતિબંધો વધારવાની જરૂર છે કે કેમ. દક્ષિણ આફ્રિકા પાંચ તબક્કાની લોકડાઉન વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે અને હાલમાં તેના સૌથી નીચા સ્તરે છે. ફાહલાએ કહ્યું કે જેમને રસી આપવામાં આવી છે. તેમાંથી માત્ર થોડા જ લોકો બીમાર થયા છે. મોટાભાગે હળવા કેસો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોટાભાગના લોકો એવા છે જેમણે રસી લીધી નથી. મંત્રીએ લક્ષણોની અવગણના કરવા અને કોરોના નિયમોનું પાલન ન કરવા બદલ લોકોની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે જે લોકો જાણે છે કે તેઓ ચેપગ્રસ્ત છે અને પછી કરિયાણા અથવા દવાઓ માટે બહાર જાય છે તેઓ ખૂબ જ બેજવાબદાર છે. આપણે આ પ્રકારના વર્તનની નિંદા કરવી જાેઈએ. જ્યાં સુધી કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમારે લોકોની વચ્ચે જવાનું ટાળવું જાેઈએ.દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન જાે ફાહલાએ કહ્યું છે કે દેશ ઓમિક્રોન વેરિઅન્ટ દ્વારા આવતી કોરોનાની ચોથી લહેરના પગલે દિવસે દિવસે નિયમો કડક કરવામાં આવી રહ્યા છે. તેમણે નાગરિકોને પ્રોટોકોલનું પાલન કરવા અને સંપૂર્ણ રસીકરણ કરાવવા વિનંતી કરી છે. ફાહલાએ કહ્યું- અમે ઓમિક્રોનને મૂળભૂત સાધનોથી મેનેજ કરી શકીએ છીએ જે આપણે બધા જાણીએ છીએ. જણાવી દઈએ કે ઓમિક્રોન જેણે વિશ્વભરમાં સંક્રમણ વધવાની સંભાવના વધારી દીધી છે. તે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર મળી આવી હતી. શુક્રવારે એક મીડિયા બ્રીફિંગ દરમિયાન તેમણે કહ્યું, ‘અમે હજી પણ કડક ર્નિણયો એ રીતે લઈ શકીએ છીએ કે સરકારે કડક નિયંત્રણો લાદવાની જરૂર ન પડે. આ શક્ય છે જાે આપણે તમામ સુરક્ષા પગલાની અમારી મૂળભૂત ફરજાે પૂરી કરીએ. તમામ રસી સંપૂર્ણપણે મેળવો.

Cmicron-Variant-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *